સુરેન્દ્રનગર નજીકના નવાગામે ડ્રોનથી એસઓજીએ 11 કિલો ગાંજો ઝડપી પાડ્યો
ખેડૂતે કપાસ વચ્ચે ગાંજાનું વાવેતર કર્યુ હતું, સુરેન્દ્રનગર એસઓજીનો બાતમીના આધારે દરોડો
સુરેન્દ્રનગરના સાયલા પાસેના નવાગામમાં એસઓજીએ ડ્રોનનો ઉપયોગ કરી કપાસ વચ્ચે વાવેલો 11.80 ગ્રામ ગાંજો ઝડપી પાડી ખેડુતની ધરપકડ કરી રૂા. 1.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના તજાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નવાગામમાં એકખેડુતે ગાંજો વાવ્યાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજીની ટીમે તપાસ કરી હતી. અને ડ્રોનનો ઉપયોગ કરીને કપાસના વાવેતર વચ્ચે ઉગાડેલા 11 કિલો અને 80 ગામ ગાંજાના છોડ શોધી કાઢ્યા હતા. રૂા. 1.10 લાખના મુદ્દામાલ સાથે પોલીસે માલાભાઈ વજાભાઈ ડાભીની ધરપકડ કરી આ ગાંજાનો જથ્થોકબ્જે કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગીરીશ પંડ્યાની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈ બી.એચ. સીંગરખિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.એ. રાયમા, એએસઆઈ અનિરુદ્ધસિંહ મહિપતસિંહ ઝાલા તથા અશ્ર્વિનભાઈ ઠારણભાઈ, અનિરુદ્ધસિંહ અભેસંગભા, અરવિંદસિંહ દીલુભા ઝાલા, રવિરાજભાઈ રવિભાઈ ખાચર, અનિરુદ્ધસિંહ ભરતસિંહ ઝાલા, મુનાભાઈ નાનજીભાઈ રાઠોડ, બળદેવસં અમરસંગ ડોડિયા, મહાવીરસિંહ જોરુભા, જગમાલભાઈ અંબારામભાઈ મેટાલિયા અને નિતિનભાઈએ કામગીરી કરી હતી.