નાના મવા આવાસ યોજના ક્વાર્ટર SOGનો દરોડો, 1 કિલો ગાંજા સાથે પેડલરની ધરપકડ
શહેરના નાના મવા સર્કલ પાસે આવેલ આર.એમ.સી. આવાસ યોજના ક્વાર્ટરમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની નાર્કોટીક્સ સેલની ટીમે બાતમીને આધારે દરોડો પાડી 67750 ની કીમતના 1 કિલો 355 ગ્રામ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પેડલરની ધરપકડ કરી પુછપરછમાં સપ્લાયરનું નામ ખુલ્યું છે.
રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા જઅઢ ગઘ ઝઘ ઉછઞૠજ મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂૂધ્ધ કડક કાયેવાહી કરવા પોલીસ અધિકારીઓની સુચનાને પગલે એસ.ઓ.જી.ની નાર્કોટીક્સ સેલની ટીમે બાતમી આધારે રાજકોટ શહેર નાના મવા સર્કલ આર.એમ.સી. આવાસ યોજના ક્વાર્ટર ના ગેઇટ પાસે જાહેરમાંથી થી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે આર.એમ.સી. આવાસ યોજના ક્વાર્ટર બ્લોક નં.14 ક્વાર્ટર નં.678માં રહેતા હત્યાની કોશિશના ગુન્હામાં તાજેતરમાં જેલ માંથી છુટેલા શાહરૂૂખ કાસમભાઇ જુણાચ (ઉ.વ.29)ની ધરપકડ કરી 67750 ની કીમતના 1 કિલો 355 ગ્રામ માદક પદાર્થ ગાંજાના નો જથ્થો કબજે કરી પુછપ કરતા નાનામવા આર.એમ.સી. ક્વાર્ટરમાં રહેતા અસલમ ભીખુભાઇ સમાએ ગાંજો સપ્લાય કર્યાનું ખુલ્યું હોય જેની ધરપકડ માટે તજવીજ શરૂૂ કરી છે.
રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,એસીપી ક્રાઈમ ભરત બસીયાની સુચનાથી પી.આઈ એસ.એમ. જાડેજા સાથે પીએસઆઈ વી.વી. ધ્રાંગુ એ.એસ.આઇ. ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોજભાઇ રાઠોડ, વિરેન્દ્રસિંહ ઝાલા, મૌલિકભાઇ સાવલીયા, દિગ્વિજયસિંહ ગોહિલ,હાર્દિકસિંહ પરમાર, યોગેન્દ્રસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ રેહવરે કામગીરી કરી હતી.