સોફ્ટવેર એન્જિનિયરને સુનિલ દત્તના નામે ડિજિટલ એરેસ્ટ કરી 97 લાખ પડાવ્યા
ડિજિટલ એરેસ્ટના બહાના હેઠળ રૂૂપિયા પડાવતી ગેંગનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. લોકો ડિજિટલ એરેસ્ટના ભોગ ના બને તે માટે પોલીસ દ્વારા જાગૃતિના અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જો કે તેમ છતાં આ પ્રકારના બનાવો છે તે અટકવાનું નામ નથી લઇ રહ્યા. ત્યારે આવો વધુ એક બનાવ સામે આવ્યો છે. સોલા વિસ્તારમાં રહેતા સિનિયર સોફ્ટવેર ડેવલપરને ડિજિટલ એરેસ્ટ કરીને ગઠિયાઓએ રૂૂપિયા 97 લાખ પડાવી લીધા છે.
શહેરના ચાણક્યપુરી બ્રિજ પાસે રહેતા અને ખાનગી કંપનીમાં સિનિયર સોફ્ટવેર ડેવલપર તરીકે નોકરી કરતા એક યુવકને 5મી ઓગષ્ટે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં તેમનું કુરિયર ફેલ ગયેલ છે. વધુ તપાસ કરવા માટે 1 નંબર દબાવવા માટે કહ્યું હતું. ફરિયાદીએ નંબર ડાયલ કરતા કસ્ટમર કેરમાંથી અજાણ્યા વ્યક્તિએ તેની સાથે વાત કરી હતી અને મોબાઇલ નંબર માંગતા ફરિયાદીએ મોબાઇલ નંબર આપ્યો હતો.બાદમાં ફરિયાદીને જણાવવામાં આવ્યું હતું કે ચેન્નઈથી તેમનું કુરિયર ડિસ્પેચ થઈને મુંબઈ જવાનું હતું. ફરિયાદીએ આવું કોઈ પાર્સલ મોકલ્યું ના હોવાનું કહેતા ગઠિયાએ તેનો આધારકાર્ડ નંબર આપતા ફરિયાદી યુવક વિશ્વાસમાં આવી ગયો હતો. આ કુરિયર મુંબઈ પોલીસમાં જમા થયું હોવાનું કહીને કોલ મુંબઈ પોલીસમાં ટ્રાન્સફર કર્યો હતો. જેમાં ગઠિયાએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી સુનિલ દત્ત બોલતો હોવાની ઓળખ આપી હતી.
આરોપીઓએ ફરિયાદીને વીડિયો કોલ કરવાનું કહેતા ફરિયાદીએ ગઠિયાએ આપેલ આઈડી પર વીડિયો કોલ કર્યો હતો. જેમાં પોલીસ યુનિફોર્મમાં બેઠેલા સુનિલ દત્ત નામના ઈસમે કહ્યું હતું કે કુરિયરમાંથી અલગ અલગ છ બેન્ક કાર્ડ્સ મળેલા છે. તે કાર્ડનો ઉપયોગ મની લોન્ડરિંગના ગુનાઓ કરવા માટે ઉપયોગ કરવા માટેના છે. જેમાં મની લોન્ડરિંગના કેસમાં તમને એરેસ્ટ કરવાના છે. જેના માટે મુંબઈ જવું પડશે અથવા લોકલ પોલીસ તમારા ઘરે આવશે. જો ઓનલાઈન કેસ ચલાવવો હોય તો વકીલ રાખીને કેસ પૂરો કરી શકીએ છીએ. જેથી ફરિયાદી યુવક ઓનલાઈન કેસ ચલાવવા માટે તૈયાર થયો હતો.સુનિલ દત્તે ખલીલ અંસારી નામના કોઈ વ્યક્તિનું સ્કાયપી આઈડી મોકલાવ્યું હતું.
જેમાં યુવકને ડિજિટલ એરેસ્ટ કરવાનો હોવાનું કહેતા તેણે એક વખત વકીલ સાથે વાત કરી લેવાનું કહીને ખલીલ અંસારીને કોલ કર્યો હતો. જેમાં ખલીલ અંસારીએ ફરિયાદી યુવકનું એકાઉન્ટ ફ્રીઝ કરતો હોવાનો ઈડીનો હુકમ અને એરેસ્ટ વોરંટ મોકલાવ્યું હતું. બાદમાં ફરિયાદીના બેન્ક એકાઉન્ટની વિગત માંગતા તેણે વિગતો આપી હતી. જેમાં ગઠિયાએ આપેલ યુપીઆઈ પર બેન્કમાં જમા રૂૂપિયા ટ્રાન્સફર કર્યા ગયા. આમ ફરિયાદી સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેણે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.