તને બહુ હવા છે, તારી સાથે પણ આજે સમજી લેવું છે કહી સ્નુકર કલબના સંચાલક પર હુમલો
શહેરનાં કાલાવડ રોડ પર સ્મશાનની પાછળ આશુતોષ રેસીડેન્સી બ્લોક નં 205 મા રહેતા પરેશ માનસીંગભાઇ મકવાણા (ઉ. વ. 40 ) એ પોતાની ફરીયાદમા યુનીવર્સીટી રોડ પર રહેતા ઉમંગ પટેલ અને રવી ઝાલા વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી. બંને શખ્સોએ જુના ઝઘડાનો ખાર રાખી પરેશ અને તેમનાં મિત્ર દિવ્યેશને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરીયાદી પરેશ ભગતસિંહ ગાર્ડન સામે શિવ શકિત કોલોનીનાં ખુણા પાસે ફ્રી બોલ સ્કુનકર કલબ ચલાવે છે.
પરેશે ફરીયાદમા જણાવ્યુ હતુ કે ગઈકાલ તા.3/12 ના રાત્રિના આઠેક વાગ્યે હું મારો મિત્ર દિવ્યેશ તથા ડાભીભાઈ એમ અ મો ત્રણે ચોટીલા દર્શન કરી મારી ફોરવ્હીલમાં રાજકોટ કેવલમ આવાસના ક્વાર્ટરની પાછળના ભાગે કુલદીપસિંહ ઝાલા પાસે રોડ ઉપર ડાભીભાઈ તથા દિવ્યેશને ઉતારી હું મારા સ્નૂકર ક્લબે ચાલ્યો ગયેલ હતો ત્યારબાદ સાડા બારેક વા ગ્યાની આસપાસ હું આ કુલદીપસિંહના વાળા પાસે મારા મિત્ર દિવ્યેશને મળવા માટે ગયેલ ત્યારે ત્યાં આ મારો મિત્ર દિવ્યેશ તથા તેના મિત્ર ડાભી તથા મારો મિત્ર હેનીલ પટેલ ત્યાં ઉભો હતો જેથી હું પણ ત્યાં રોડ ઉપર તેમની સાથે વાતચીત કરવા ઉભો રહી ગયેલ બાદ અડધો કલાક પછી ત્યાં મારા ક્લબની પાડોશમાં રહેતા ઉમંગ પટેલ તથા તેનો મિત્ર રવિ ઝાલા સ્કૂટર ઉપર ત્યાં આવેલ અને
અમારી પાસે આવી વાતચીત કરવા લાગેલ જૂની વાતનું મનદુખ રાખી મારી સાથે બોલા ચાલી કરવા લાગેલ ત્યારે હેનીલ વચ્ચે પડતા તેને ગાળો આપી રવિ ઝાલાએ હેનીલ સાથે ઝપાઝપી કરવા લાગેલ જેથી હે નીલ પટેલ ત્યાંથી ચાલ્યો ગયેલ જેથી મેં આ રવિભાઈને સમજાવતા આ રવિભાઈ તથા ઉમંગ પટેલ મારી સાથે તથા દિવ્યે શની સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગતા દિવ્યેશને પણ ઢીકાપાટુ નો માર મારવા લાગેલ જેથી આ દિવ્યેશ તેના મિત્ર સાથે ત્યાંથી ચાલ્યો ગયેલ બાદ આ ઉમંગ પટેલ તથા રવિ ઝાલા મને બોલાચાલી કરી ગાળો આપવા લાગેલ અને ઉમંગ પટેલ મને કહેવા લાગેલ કે તને બહુ હવા છે .
તારી સાથે પણ આજે સમજી લેવું છે તેમ કહી મને ઢીકાપાટુ નો માર મારવા લાગે અને આ બંને જણા મને જેમ ફાવે તેમ માર મારતા હું ત્યાં નીચે પડી ગયેલ ત્યારે આ ઉમંગ મને કહેવા લાગેલ કે આ બાબતે તે ફરિયાદ કરી છે તો તને જાનથી મારી નાખીશ તેમ કહી મને છાતીના ભાગે પાટા મારેલ હતા. ત્યારબાદ આ બંને જણા ત્યાંથી ભાગી ગઈ હતાં બાદ હું ત્યાંથી ચાલીને મોટા મૌવા બાદ ત્યાંથી રિક્ષામાં યુનિવર્સિટી રોડ કિડની હો સ્પિટલ ખાતે મારા મિત્ર ના ગોપાલભાઈની કેબીને જઈ મારા મિત્ર મંથનને ફોન કરી જાણ કરતા તેમણે મને સિવીલ હોસ્પીટલે સારવાર માટે ખસેડયો હતો. આ મામલે ઉમંગ અને રવિ વિરુધ્ધ યુનિવર્સીટી પોલીસમા ફરીયાદ નોંધાવી હતી.