કેશોદમાં શાકોત્સવમાં ગયેલા પરિવારના ઘરમાંથી લાખો રૂપિયા ઉસેડી જતા તસ્કરો
રૂા.15 થી 20 લાખ રોકડા અને 10 તોલા ઘરેણાની ચોરી
કેશોદ શહેર જાણે કે ચોરોનું મનપસંદ કેન્દ્ર બની ગયું હોય તેમ દિવસે અને દિવસે ચોરીના બનાવો કેશોદ પંથકમાં વધતા જાય છે. થોડા સમય પહેલા જ એક અઠવાડિયામાં કેશોદ શહેરના અલગ અલગ કારખાનાઓ માંથી ચોરી થયાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાય હતી. ત્યારે આજે બપોરના સમયે ધોળા દિવસે આંબાવાડી વિસ્તારના એક મકાનમાંથી તિજોરી તોડી 15 થી 20 લાખ રોકડા અને 10 તોલા દાગીનાની ચોરી થયાની પોલીસ ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.
કેશોદ આંબાવાડી વિસ્તારમાં રહેતા ફરિયાદી ઉમેશભાઈ કાનાબાર પોતાના પરિવાર સાથે સ્વામિનારાયણ મંદિર ખાતે સાકોત્સવમાં ગયા હતા. ત્યારે બપોરના સમયે કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ફરિયાદીના ઘરમાં ઘૂસી ઘરમાં રહેલ તિજોરી તોડી 10 થી 15 લાખ રૂૂપિયા રોકડા અને 10 તોલા દાગીનાની ચોરી કરી ફરાર થયા હતા. ત્યારે ફરિયાદી ઉમેશભાઈ પોતાના ઘરે પરત ફર્યા હતા. ત્યારે તેને તેના રૂૂમનો સામાન વેરવિખેર હાલતમાં પડેલો જોવા મળ્યો હતો અને તિજોરી તૂટેલી હાલતમાં જોવા મળી હતી. ત્યારબાદ ઉમેશભાઈએ તિજોરીમાં રાખેલ રોકડ રૂૂપિયા અને દાગીના ગુમ થતા તેના ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી.આ સમગ્ર મામલે ફરિયાદી ઉમેશભાઈ કાનાબારે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ડીવાયએસપી ડીસી ઠક્કરે જણાવ્યું હતું કે કેશોદ શહેરમાં એક ઘરફોડ બનાવ બન્યો હતો. જેમાં ફરિયાદી ઉમેશભાઈ કાનાબાર પરિવાર સાથે સ્વામિનારાયણ મંદિરના શાકોત્સવમાં ગયા હતા. તે દરમિયાન બપોરના સમયે અજાણ્યા ઈ સમયે તેના ઘરમાં ઘૂસી તિજોરી માંથી 15 થી 20 લાખ રોકડા તેમજ સોનાના 10 તોલા દાગીનાની ચોરી કરી નાખી ગયા હતા. જે મામલે ફરિયાદી ઉમેશભાઈ કાનાબારે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઇ કેશોદ પોલીસે આ સમગ્ર મામલે ટેકનીકલ સર્વેવેલન્સ તેમજ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી આરોપીઓને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે.