ભાવનગરમાં લગ્નપ્રસંગે ગયેલા પરિવારના બંધ મકાનમાંથી તસ્કરો ઘરેણાંની ચોરી કરી ગયા
ભાવનગર ના નારી માં રહેતા અને હીરાની ઓફિસમાં કામ સાથે સંકળાયેલ પરિવારજનો સુરત ખાતે લગ્ન પ્રસંગે ગયા બાદ તેના બંધ મકાનમાં કોઈ તસ્કરો ત્રાટકી સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી નાસી ગયાની ફરિયાદ નોંધાય હતી.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર ના નારી માં રહેતા અને શહેરના સરિતા સોસાયટીમાં આવેલ હીરાની ઓફિસમાં હીરા કામ સાથે સંકળાયેલ ભરતભાઈ રામજીભાઈ ધામેલીયા પોતાના પરિવાર સાથે તેના નાના ભાઈ ની દીકરી ના લગ્ન પ્રસંગે સુરત મુકામે ગયા હતા.
તે દરમિયાન તેના બંધ મકાનના દરવાજાના તાળા તોડી કોઈ તસ્કરો ઘરમાં પ્રવેશી લોખંડની ગ્રીલ વાળા દરવાજાનું તાળું પણ તોડી રૂૂમમાં રાખેલ લોખંડના કબાટ ની તિજોરી તોડી તેમાં મુકેલ સોનાનો ચેન સોનાની બુટ્ટી સહિતના રૂૂ.68,170 ની કિંમત ના ઘરેણા ની તથા મકાનમાં રાખેલ સીસીટીવી કેમેરા અને તેનું ડી વી આર સહિતની મત્તાની ચોરી કરી નાસી છુટયા હતા. આ અંગે વરતેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.