ગધેથડ ભાગવત સપ્તાહમાં ગયેલા ખેડૂતના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂા.2.85 લાખની ચોરી
ઉપલેટાના ગધેથડ ગામે રહેતો ખેડૂત પરિવાર ગાયત્રી આશ્રમ ખાતે ચાલતી ભાગવત સપ્તાહમાં રાત્રીના ભજન સાંભળવા ગયો હોય ત્યારે તમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ અને દાગીના સહીત રૂૂ.2.85 લાખની મતા ચોરી કરી જતા આ ચોરી અંગે ખેડૂતે ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મળતી વિગતો મુજબ ઉપલેટાના ગધેથડ ખાતે રહેતા અને જયવીરસિંહ વીક્રમસિંહ વાળાની જમીન ભાગમા વાવવા માટે રાખી તેમજ છુટક મજુરીકામ કરી પરીવારનુ ગુજરાન ચલાવતા અતુલભાઇ ઉગાભાઈ વાસકીયાએ નોંધાવેલી ફરિયામાં જણાવ્યા મુજબ ગઇ તા.15/11/2025 ના રોજ રાત્રીના નવેક વાગ્યે અતુલભાઈ તથા પત્ની હંશાબેન તેમજ દિકરીઓ માધવી તથા રીના એમ બધા ઘરેથી નિકળી ગધેથડ ગામમા ભાગવત સપ્તાહનુ આયોજન કરેલ હોય જેમા રાત્રીના ભજનનો કાર્યક્રમ રાખેલ હોય જેમા ભજન સાંભળવા માટે ગયેલ હતા તે વખતે રૂૂમમા બહારથી તાળુ મારેલ હતુ અને માતા મોંઘીબેન તથા નાની દિકરી પૂર્વી તે બન્ને જણા ઘરે રૂૂમમા સુતેલા હતા.ત્યારબાદ રાત્રીના આશરે સવા બારેક વાગ્યાના અરશામા અતુલભાઈ તેમની બન્ને દિકરીઓ ને કાર્યક્રમમાંથી ઘરે મુકવા માટે આવેલ અને તે બન્ને દિકરીઓને કપડા બદલવા હોય જેથી ઘરના દક્ષિણ તરફના રૂૂમમા મારેલ તાળુ ખોલેલ અને બન્ને દિકરીઓએ આ રૂૂમમા પોતાના કપડા બદલેલ હતા અને બાદ ફરીથી આ રૂૂમમા તાળુ મારી દિધેલ હતુ અને બન્ને દિકરીઓને રૂૂમમાં સુવડાવી અને અતુલભાઈ ફરીથી ભજન સાંભળવા કાર્યક્રમમાં જતા રહ્યા હતા.
બાદ રાત્રીના આશરે બે વાગ્યે પત્ની હંસાબેન સાથે ભજન સાંભળી ઘરે આવેલ અને અતુલભાઈને ફોન કરેલ અને જણાવેલ કે આપણા ઘરે જે રૂૂમમા તાળુ મારેલ તે રૂૂમનુ તાળુ મે ખોલેલ છે પરંતુ રૂૂમનો દરવાજો અંદરથી ખુલતો નથી જેથી તમે ઘરે આવો તેમ વાત કરતા અતુલભાઈ ઘરે આવેલ અને રૂૂમનો દરવાજો ખોલતા અંદરથી કોઇએ બંધ કરેલ હોવાનુ જણાતા રૂૂમના દરવાજાનો આગળીયા નો ભાગ પાનાથી ખોલેલ અને દરવાજો ખોલીને તપાસ કરી તો રૂૂમમા પાછળની બારીની લોખંડની ગ્રીલ તુટેલ હતી અને રૂૂમમા કબાટ નો દરવાજો ખુલ્લો જોવામા આવેલ અને કબાટમા તેજુરી મા જોતા તેજુરી નો લોક ખુલેલ હતો અને તેજુરીનુ પતરૂૂ વળી ગયેલ હતુ અને તેજુરી પ્લાસ્ટીક ની પેટીમા રાખેલ સોનાના દાગીના તેમજ રોકડ સહીત રૂૂ.2.85 લાખની મતા ચોરી થઇ હોય જે મામલે પોલીસ ને જાણ કરતા પી.આઈ પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ મામલે અતુલભાઈની ફરિયાદ નોંધી વધુ તપાસ શરુ કરી છે.
