ગોંડલમાં માતાજીના અનુષ્ઠાનમાં ગયેલા પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા: 90 હજારની ચોરી
ગોંડલના નાગળકા રોડ પર રહેતો પરિવાર માતાજીના અનુષ્ઠાનમાં ભેસાણ જતા તેમના બન્ધ મકાનમાં મકાનમાં તસ્કરો ત્રાટક્યાં હતા. ડેલીનું તાળું તોડી ઘરમાં ઘુસેલા તસ્કરો રૂૂ. 90 હજારની મતા ચોરી ગયા હતા. આ મામલે ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તસ્કરો પગેરું દબાવવા પોલીસે તપાસ શરુ કરી છે.
ગોંડલના નાગળકા રોડ પર તિરૂૂમાલા ગોલ્ડ-2 શેરી નંબર-4 માં રહેતા 34 વર્ષીય પરિણીતા કાજલબેન ધવલભાઈ ભાવેશભાઈ જોષીએ ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.27/09/2025 ના રોજ તે તથા સાસુ અને બાળકો ભેસાણ તાલુકાના નાના કોટડા ગામે માતાજીના મઢે અનુષ્ઠાન અર્થે ગયેલ હતા, પતિ અગાઉથી ત્યાં પહોંચી ગયા હોય ત્યારે પાડોશી ભાવનાબેન મથુરભાઈ રાઠોડનો મને ફોન આવેલ કે,તમારા ઘરની ડેલીએ તાળુ તુટેલ છે અને ફળીયામા પડેલ છે તથા ઘરના મેઈન ડોરનો નકુચો કાપી નાખેલ હાલતમાં છે. જેથી તેમને વીડીયો કોલ પર આ વસ્તુ બતાવવા કહેલ તો તેમણે વીડીયો કોલમા ઘરની સ્થિતિ બતાવેલ હતી.
ભેસાણથી પરત આવી તપાસ કરતા કબાટના ડ્રોવરમા રાખેલ વસ્તુઓ જેમા બાળકોના ગલ્લામાં આશરે રૂૂ 25,000, તથા ડ્રોવરમા રૂૂ 5000, સોનાની વીંટી આશરે 5 ગ્રામની જેની કિંમત રૂૂ.50,000, ચાંદીના નાના બાળકોને પહેરવાના કડલા બે જોડી જેની કિંમત રૂૂ.3600, ચાંદીની માળા કિંમત રૂૂ.2100, ચાંદીના સાંકળા કિંમત રૂૂ 2400, નાકમા પહેરવાનો દાણો કીમત રૂૂ.1000, ચાંદીની ગાય કીમત રૂૂ. 1000 મળી કુલ રૂૂ. 90,100 ની મત્તાની ચોરી થઈ ગયાની જાણ થઈ હતી. જેથી પરિણીતાએ ચોરી અંગે ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસની ટીમે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ શરૂૂ કરી હતી.