રીબડા GIDCમાં તસ્કરો ત્રાટકયા, પાંચ મજૂરોના દાગીના અને મોબાઇલની ચોરી
રીબડા જીઆઇડીસીમા આવેલા શિવ સ્ટીલ નામનાં કારખાનામા તસ્કરો ત્રાટકયા હતા. એકજ રાતમા તસ્કરોએ કારખાનાની ઓરડીમા મજુરોને સુતા રાખી ચાંદીનાં દાગીનાં અને મોબાઇલની ચોરી કરી હતી. ઓરડીમા સુતેલા પાંચ મજુરોનાં મોબાઇલ અને દાગીનાની ચોરી થતા આ મામલે ગોંડલ તાલુકા પોલીસમા ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.મળતી વિગતો મુજબ રાજકોટ - ગોંડલ હાઇવે પર રીબડા નજીક આવેલ જીઆઇડીસીમા તસ્કરોએ આતંક મચાવ્યો હતો.
રીબડા જીઆઇડીસીનાં શિવ સ્ટીલ નામનાં કારખાનામા આવેલ ઓરડીનો પતરાનો દરવાજો તોડી અંદર ઘુસેલા તસ્કરોએ ઓરડીમા સુતેલા વિક્રમભાઇનાં રૂ. 12 હજારની કિંમતનાં ચાંદીનાં ઝાંઝર ઉપરાંત ગોરધનભાઇ ભુરીયાની 6 હજારની રોકડ તથા મહેશભાઇ ભુરીયાનો મોબાઇલ ઉપરાંત પુનમસિંગ પરમાર અને મુનાભાઇ દેહુદાનો મોબાઇલ ચોરી લીધો હતો આમ રોકડ અને મોબાઇલ સહીત રૂ. 34 હજારની મતા તસ્કરો ચોરી ગયા હતા 12 હજારનાં ચાંદીનાં દાગીનાં તથા છ હજારની રોકડ અને 3 મોબાઇલની ચોરી કરનાર તસ્કરો ભાગી છુટયા હોય આ મામલે મુળ મધ્યપ્રદેશનાં અલીરાજપુર જીલ્લાનાં આઝાદ નગર તાલુકાનાં બડાખુટાજાનાં વતની અને હાલ લોધીકા રોડ પર રીબડા પાસે જીઆઇડીસી ઓસ્કાર 4 ગેટ સામે આવેલા શિવ સ્ટીલ નામનાં કારખાનામા રહેતા ગોરધનભાઇ સેનીયાભાઇ ભુરીયાએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.