રોયલપાર્ક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા: રૂા.61,500ની માલમતાની ચોરી
પરીક્ષા આપવા ગયેલ વિદ્યાર્થીના મકાનમાંથી લેપટોપ અને સોનાના દાગીનાની ઉઠાંતરી
જામનગરમાં રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા એક વિદ્યાર્થીના બંધ રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને મકાનમાંથી લેપટોપ તથા સોના ચાંદીના દાગીના વગેરે સહિત રૂૂપિયા 61,500 ની માલમત્તાની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રોયલ પુષ્પ પાર્ક સોસાયટી ઢીંચડા રોડ પર રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતા વૈભવ શ્યામલાલ બૌદ્ધ નામના 22 વર્ષના વિદ્યાર્થી યુવાને પોતાના બંધ રહેણાંક મકાનમાંથી કોઈ તસ્કરો રૂૂપિયા 45,000 ની કિંમત નું લેપટોપ તથા ચાંદીના આઠ સિક્કા, તેમજ સોનાની બુટ્ટી સહીત અલગ અલગ ઘરેણા વગેરે મળી રૂૂપિયા 61,400 ની માલમતા ચોરી ગયા હતા.
જે બનાવ અંગે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીડ ટુકડી બનાવના સ્થળે દોડી ગઈ હતી, અને વધુ તપાસ શરૂૂ કરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર વિદ્યાર્થી યુવાન વૈભવ શ્યામલાલ, કે જે પોતે કોલેજની પરીક્ષા આપવા માટે અમદાવાદ ગયો હતો, અને પરિવારના અન્ય સભ્યો પણ બહારગામ ગયા હતા. દરમિયાન પાછળથી તેના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું.