For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પેડક રોડ પર કૃત્રિમ બીજદાન કેન્દ્રમાં તસ્કરો ત્રાટકયા : 1.33 લાખના 15 ક્ધટેનરની ચોરી

04:38 PM Mar 13, 2025 IST | Bhumika
પેડક રોડ પર કૃત્રિમ બીજદાન કેન્દ્રમાં તસ્કરો ત્રાટકયા   1 33 લાખના 15 ક્ધટેનરની ચોરી

પશુ નિયામકે પોલીસમાં ફરિયાદ નોંધાવી : દિવાલમાં બાકોરું પાડી ચોરીને અંજામ આપ્યો

Advertisement

શહેરના પેડક રોડ પર આવેલા વિભાગીય કુત્રિમ બીજદાન કેન્દ્રમાંથી રૂૂ.1.13 લાખના 15 ક્ધટેનરની ચોરી થઈ છે. આ બનાવની જાણ થતાં એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળેદોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.આ બનાવ અંગે રાજકોટમાં સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે રાજેશ્વરી પાર્કમાં રહેતાં ડો. ભસ્માંગભાઈ કનકરાય ત્રિવેદીએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પેડક રોડ પર આવેલ વિભાગિય ક્રુત્રિમ બીજદાન કેન્દ્રમાં મદદનીશ પશુપાલન નિયામક તરીકે ફરજ બજાવે છે.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું કે, દોઢેક મહિના પહેલા તેઓનો ઓફીસ પાસે આવેલ ગોડાઉનમાં 3.9 લીટરના 133 તથા 34 લીટરના 130 ક્ધટેનર ગોડાઉનમા હાજર સ્ટોકમા હતા. જે બાદ ગોડાઉન બંધ કરી દિધેલ હતું. ગઈકાલે સવારે તેઓ નિયત સમયે ઓફીસ આવી કામ કરતાં હતાં તે દરમિયાન કચેરી કેમ્પસમાં આવેલ કુવા પાસે પાણી લિકેજ માટે માર્ગ અને મકાન વિભાગના માણસો કામ કરતા હતાં.ત્યારે તેઓ અને ડો.જી.વી.5ટેલ બન્ને જોવા માટે ગયેલ હતાં. ત્યાંથી પરત ફરતી વખતે બપોરના સમયે તેઓની નજર ગોડાઉનના તરફ ગયેલ તો ત્યાં ગોડાઉનના શટરના નીચેના ભાગે ઇંટોના ટુકડા પડેલ જોવામા આવેલ અને શટરના ઉપરના ભાગે બાકોરૂૂ જોવા મળેલ હતું.

Advertisement

જેથી શટર ખોલી અંદર ગયેલ અને તપાસતા અંદરના ભાગે ક્ધટેનરની ઉપરની કોથળી જે પેકિંગમા હોય તે કોથળી નીચે પડેલ જોવા મળેલ હતી. તેઓને શંકા જતા ગોડાઉનમાં રહેલ મુદામાલ તપાસતા 3.9 લિટરના કુલ 11 ક્ધટેનર અને 39 લિટરના કુલ 03 ક્ધટેનર, 34 લિટરનું અકે ક્ધટેનર મળી કુલ 15 નંગ ક્ધટેનર અલગ અલગ સાઇઝના કુલ રૂૂ.1,13,381 નો મુદ્દામાલ મળી આવેલ ન હતો.

લેબોરેટરીમાં લગાવેલ વિન્ડો એરક્ધડીશનરના પાછળના ભાગમાંથી અમુક ભાગ તુટેલ જોવામા આવેલ હતો. જેથી આશરે દોઢેક મહિનાની અંદર કોઇ અજાણ્યા શખ્સો ગોડાઉનમા ગેર કાયદેસર પ્રવેશ કરી અલગ અલગ સાઈઝના કુલ 15 ક્ધટેનર રૂૂ.1,13,381 નો મુદામાલ ચોરી કરી નાસી છૂટ્યા હતાં.આ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીએસઆઈ વી.એન.ક્લોત્રા અને સ્ટાફે તપાસ આદરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement