જૂનાગઢના ફેમિલીકોર્ટ બિલ્ડિંગમાં તસ્કરો ઘૂસ્યા, ડિસ્પ્લે સ્ક્રીનની ચોરી
11:59 AM Jul 24, 2025 IST
|
Bhumika
Advertisement
જૂનાગઢ ફેમિલી કોર્ટ બિલ્ડિંગમાં તસ્કરો ઘુસ્યા હતા. અને ડિસ્પ્લે સ્ક્રીનની ચોરી નાસી છૂટ્યા હતા. જૂનાગઢ મુખ્ય સિનિયર સિવિલ જજની કોર્ટના રજીસ્ટ્રાર વિજેશભાઈ મધુસુદનભાઈ ઝવેરીની ફરિયાદ અનુસાર ફેમિલી કોર્ટ બિલ્ડિંગ, બીજા એડિશનલ સિવિલ જજની કોર્ટમાં ગઈ તા. 19 જુલાઈના રોજ બપોરે પ્રવેશી તસ્કરો કોર્ટના બોર્ડ રૂૂમમાં લગાડેલ રૂૂપિયા 25,000ની કિંમતની એલસીડી સ્ક્રીન ચોરીને નાસી ગયા હતા.
Advertisement
ઘટના અંગે કોર્ટના સીસીટીવી ફૂટેજ ચેક કરતા બપોરે 2:10 કલાકે અજાણ્યો શખ્સ બોર્ડ રૂૂમની અંદર આવતા નજરે પડ્યો હતો અને બાદમાં બોર્ડ રૂૂમમાં દિવાલ પર લગાવેલ ડિસ્પ્લે સ્ક્રીન કાઢી અને લઈને બહાર જતો જોવામાં આવ્યો હતો. ઘટના અંગે સોમવારે રાત્રે બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી પીએસઆઇ એસ. કે. મહેતાએ ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી હતી.
Next Article
Advertisement