For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બગસરા તાલુકાના જામકા ગામે ધોળા દિવસે તસ્કરો ત્રાટકયા

12:16 PM Nov 27, 2025 IST | Bhumika
બગસરા તાલુકાના જામકા ગામે ધોળા દિવસે તસ્કરો ત્રાટકયા

ત્રણ તોલા સોનુ, રોકડ રૂપિયા સહિતની ચોરી

Advertisement

બગસરા તાલુકાના જામકા ગામે ધોળા દિવસે ચોરીનો બનાવ બન્યો. મળતી વિગત મુજબ રમેશભાઈ ડાયાભાઈ માયાની રહે જામકા સવારના 8:30 થી બપોરના દોઢ વાગ્યા દરમિયાન રમેશભાઈ ડાયાભાઈ માયાણી ના ઘરના ના બારણા ના નકુચા ઉંચા કરી તારા તોડી ઘરનો સામાન વેર વિખેર કરી ત્રણ તોલા સોનાનું મંગળસૂત્ર 2021 માં ખરીદી કરેલ જેની કિંમત ₹30,000 તેમજ 60000 રોકડા ટોટલ 90,000 ની ચોરીની ફરિયાદ બગસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે વધુ તપાસ બગસરા પોલીસ ચલાવી રહી છે બગસરા મા તસ્કર રાજ જોવા મળ્યું છે અનેક જગ્યાએ ચોરી ના બનાવ બન્યા છે બગસરા પોલીસ આળસ ખંખેરી અને ગામડાઓમાં તથા શહેરમાં પેટ્રોલિંગના અભાવના લીધે ચોરીના બનાવો દિન પ્રતિ દિન વધી રહ્યા છે ગુનાહિત પ્રવૃત્તિ કરવાવાળાને પોલીસનો ડર ન હોય તેમ લાગી રહ્યું છે બગસરા ની જનતામાં ભયનો માહોલ છવાયો છે.

નબળા પેટ્રોલિંગના લીધે ચોરીના બનાવ વધતા ‘આપ’નું આવેદન

Advertisement

બગસરા શહેરી વિસ્તાર તથા તાલુકાના ગામડાઓમાં છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો વધવા લાગ્યા હતા જેમાં બગસરા, માવજીંજવા, જામકા, હાલરીયા વિસ્તારોમાં રાત્રિના સમયે દુકાનોમાં ચોરીના બનાવો તેમજ બગસરા શહેરમાં સોના ચાંદીના દાગીના તેમજ ઘરવખરીના સામાનની ચોરીની ઘટના છેલ્લા ઘણા દિવસોથી બનવા લાગી છે. પોલીસના રાત્રી સમયમાં નબળા પેટ્રોલિંગ તેમજ હોમગાર્ડની ગ્રામ્ય પંથકમાં ઓછી સંખ્યાને કારણે આ બનાવો બનવા લાગ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટીના કાંતિભાઈ સતાસિયા, રમેશભાઈ સતાસિયા સહિતના આગેવાનોએ પોલીસને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક રાત્રિના સમયમાં પેટ્રોલિંગ વધારવા તેમજ ચોરીના ગુનામાં જવાબદારોને ધરપકડ કરવા માટે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement