For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બગસરામાં તરખાટ મચાવનાર તસ્કર ઝડપાયો

12:35 PM Nov 29, 2025 IST | Bhumika
બગસરામાં તરખાટ મચાવનાર તસ્કર ઝડપાયો

50 જેટલા ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ બાદ બજારમાં વરઘોડો

Advertisement

બગસરા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ચોરીના બનાવો વધવા લાગ્યા હોય આ બાબતે પોલીસના નબળા પેટ્રોલિંગ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જે સંદર્ભે પોલિશ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવતા 50 જેટલાં ગુનાહોમાં સડોવાણી ધરાવતા આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો અને બજારમાં ફેરવવામાં આવ્યો હતો. મળેલ માહિતી મુજબ બગસરા શહેરી વિસ્તાર તથા તાલુકાના ગામડાઓમાં છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો વધવા લાગ્યા હતા જેમાં બગસરા, માવજીંજવા, જામકા, હાલરીયા વિસ્તારોમાં રાત્રિના સમયે દુકાનોમાં ચોરીના બનાવો તેમજ બગસરા શહેરમાં સોના ચાંદીના દાગીના તેમજ ઘરવખરીના સામાનની ચોરીની ઘટના છેલ્લા ઘણા દિવસોથી બનવા લાગી હતી.

પોલીસના રાત્રી સમયમાં નબળા પેટ્રોલિંગ તેમજ હોમગાર્ડની ગ્રામ્ય પંથકમાં ઓછી સંખ્યાને કારણે બનાવો બનવા લાગ્યા હતા. જેને લીધે આમ આદમી પાર્ટીના કાંતિભાઈ સતાસિયા, રમેશભાઈ સતાસિયા સહિતના આગેવાનોએ પોલીસને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક રાત્રિના સમયમાં પેટ્રોલિંગ વધારવા તેમજ ચોરીના ગુનામાં જવાબદારોને ધરપકડ કરવા માટે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી જેને લીધે પોલીસ એકશનમાં આવતા ગણત્રીની કલાકોમાં આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.આ આરોપીને સઘન પૂછપરછ કરતા લગભગ 50 જેટલાં ગુનાહોમાં સંડોવણી હોવાનું ખુલવામાં આવ્યું હતું જ્યારે આ આરોપી વિજય ઉર્ફે કાદર હિંમતભાઇ મકવાણા ઉંમર 35 રહે શિહોર નવાપરા ભાગનગર જેમની પાસે થી મુદામાલ માં એક સ્પેન્ડર તેમજ લોખંડનું પાનું સરિયો તેમજ 12000 રોકડાના મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement