ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વીરપુરમાં હોટેલ-ગેસ્ટહાઉસોમાંથી મોબાઈલ ચોરનાર તસ્કર ઝડપાયો: ત્રણ ગુનાના ભેદ ખુલ્યા

11:48 AM Nov 05, 2025 IST | admin
Advertisement

યાત્રાધામ વિરપુરમાં હોટેલ તેમજ ગેસ્ટહાઉસો માંથી મોબાઇલ ફોનની ચોરીમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે કેશોદમાં રહેતા રીક્ષા તસ્કરને ઝડપી લીધો હતો. પોલીસે તેની પુછતાછ કરતા ત્રણ ગુનાના ભેદ ઉકેલાયા હતાં. આરોપીની પુછતાછ કરતા તેણે ચોરી કરેલો મોબાઈલ જુનાગઢના શખસે વેચી દીધો હોય જેથી તેણે ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા આરોપી સામે અગાઉ ચોરી, દારૂૂ-જુગાર સહિતના 10 ગુના નોંધાઈ ચૂકયા હોવાનું માલુમ પડયું છે.જાણવા મળતી વિગતો મુજબ, યાત્રાધામ વિરપુરમાં નવરંગ હોટેલમાંથી મોબાઇલ ચોરી થયા અંગે વિરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી હતી.

Advertisement

દરમિયાન રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર દ્વારા અનડીટેક ગુના શોધી કાઢવા સૂચના આપી હોય જેમની સૂચનાના પગલે રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઈ એચ.સી.ગોહિલ અને આર.વી.ભીમાણી તથા ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ.દિવ્યેશભાઈ સુવા, હરેશભાઈ પરમાર, કોન્સ, મીરલભાઈ ચંદ્રવાડીયાને મળેલી બાતમીના આધારે આ ચોરીમાં વિક્રમ ઉર્ફે ઇટલી મનસુખભાઈ મકા(રહે. મેસવાણ, તા. કેશોદ) ને ઝડપી લીધો હતો. પોલીસે ઝડપાયેલા આ શખસની પુછતાછ કરતા તેણે ત્રણ ગુનાની કબુલાત આપી હતી. જેમાં તા.22/10 ના વિરપુરમાં નગરંગ હોટેલમાંથી મોબાઇલની ચોરી, 14 દિવસ પૂર્વે ગોંડલ પાસે નેશનલ હાઇવે પરની હોટેલમાંથી અને પાંચ દિવસ પહેલા વેરાવળમાં બસ સ્ટેન્ડ સામેથી આવેલા ગેસ્ટ હાઉસમાંથી મોબાઇલ ફોનની ચોરી કરી હતી. આરોપીએ ચોરી કરેલા આ ફોન જુનાગઢના શખસને વેચી દીધા હોવાની કબુલાત આપતા પોલીસે જુનાગઢના આ શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આરોપી વિક્રમ ઉર્ફે ઇટલી સામે અગાઉ કેશોદ, જુનાગઢ, ચોટીલા અને મેંદરડામાં દારૂૂ-જુગાર, ધમકી, વાહન ચોરી સહિતના 10 ગુના નોંધાઇ ચૂકયા છે. આરોપીને ઝડપી લેવાની આ કામગીરીમાં એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ એચ.સી.ગોહિલ, આર.વી.ભીમાણી તથા એએસઆઈ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, અનીલભાઇ બડકોદીયા, હેડ કોન્સ. દિવ્યેશભાઈ સુવા, હરેશભાઈ પરમાર અને કોન્સ, મીરલભાઈ ચંદ્રવાડીયા સાથે રહ્યા હતાં.

Tags :
crimegujaratgujarat newsVirpurVirpur news
Advertisement
Next Article
Advertisement