રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબીમાં SMCની હેટ્રિક, શ્રદ્ધાપાર્કમાં દરોડામાં 84 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

11:15 AM Dec 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મોરબી જિલ્લામા છેલ્લા ત્રણ દિવસથી મુકામ કરનાર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રવિવારે હેટ્રિક મારી નવલખી રોડ ઉપર શ્રધ્ધા પાર્કમાં દરોડો પાડી રહેણાંકમાંથી વિદેશી દારૂૂની 84 બોટલ પકડી પાડી એક આરોપીને દબોચી લઈ દારૂૂ સપ્લાયરનું નામ ખોલાવી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે.ટી. કામરીયાની ટીમે ટંકારા જુગાર રેઇડ પ્રક2ણમાં તપાસ બાદ પીઆઈ ગોહિલ અને કોન્સ્ટેબલ સોલંકીને સસ્પેન્ડ કરાવ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે મોરબી - માળીયા હાઇવે ઉપર ગાળા ગામના પાટિયા પાસેથી કોલસાનો કાળો કારોબાર પકડી પાડી 11 ઇસમોને પકડી પાડયા હતા.

જે બાદ ગતરાત્રે નવલખી રોડ ઉપર શ્રધ્ધા પાર્કમાં આરોપી મયુરસિંહ ઘનુભા ઝાલાના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂૂની 84 બોટલ કિંમત રૂૂપિયા 58,844નો મુદ્દામાલ કબજે કરી દારૂૂનો જથ્થો આપી જનાર મારાજ નામના માણસનું નામ ખોલાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. એસએમસીની ટીમે સતત ત્રીજા દિવસે હેટ્રિક મારતા મોરબી પોલીસ બેડામાં ફફડાટ મચી ગયો છે.

Tags :
crimeforeign liquorgujaratgujarat newsmorbiSMC
Advertisement
Next Article
Advertisement