ગઢડાના ઢસા ગામે એસએમસીએ 38.54 લાખનું દારૂ ભરેલું આઈસર પકડી પાડ્યું
રાજસ્થાની ચાલકની ધરપકડ, દારૂનો જથ્થો કોનો?, પૂછપરછ શરૂ
2024 નું વર્ષ પૂર્ણ થવાના આરે છે અને નવું વર્ષ શરૂૂ થવામાં છે ત્યારે ઠેર ઠેર મોટી સંખ્યામાં દારૂૂનો જ્થ્થો ઝડપાઇ રહ્યો છે. ગઢડા(સ્વામીના) તાલુકાના ઢસાગામે વિદેશી દારૂૂની જંગી હેરાફેરી ની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવતા ખીચોખીચ દારૂૂથી ભરેલી આઈસર ટ્રક મળી આવતા અનેક તર્કવિતર્કો વચ્ચે દારૂૂના કારોબાર સાથે જોડાયેલા લોકોમાં ફફડાટ ફેલાઇ જવા પામેલ છે.
સા સ્થિત ભાવનગર રોડ ઉપરથી લાખો રૂૂપિયાનો વિદેશી દારૂૂ ભરેલી આઈસર ટ્રક પસાર થતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા રેડ પાડી એક આઈશર ટ્રક ઝડપી લેવામાં આવ્યુ હતુ. આ આઈશર ટ્રકમાંથી કુલ 13,929 બોટલ મળી આવતા અંદાજે 645 જેટલો જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂૂની પેટીઓ કિ.રૂૂા. 38,54,637નો મસમોટો દારૂૂનો જથ્થો કબ્જે કરાયો હતો. આઈશર ટ્રક નંબર જી.જે. 08 એ. ડબલ્યુ 3034 ના ચાલક પુખરાજ ડુંગરરામ રાણા રહે બાડમેર રાજસ્થાન વાળાની અટકાયત કરી જરૂૂરી પૂછપરછ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ મોટી રેઈડ બાદ પોલીસ દ્વારા દારૂૂ ભરેલી ટ્રક જપ્ત કરી ટ્રક ચાલકની અટકાયત કરી ઢસા પોલીસ સ્ટેશન લાવી કોનો દારૂૂ હોવાનુ અને કયા ઉતારવાનો હોવા સહિત દારૂૂ સંબંધી જીણવટ ભરી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.