વડોદરા પાસે દારૂ ભરેલા ટેન્કર મામલે તોડ કરનાર SMCના કોન્સ્ટેબલની ધરપકડ
બૂટલેગર સાથે સાંઠગાંઠ ધરાવતા પોલીસમેન સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
કરજણ હાઈવે પર રૂૂ. 1.73 કરોડની કિંમતનો દારૂૂ લઈ જતાં ઝડપાયેલા ક્ધટેનર કેસની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના કોન્સ્ટેબલની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.
ગત 19 જુલાઈના રોજ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કરજણ તાલુકાના સાંપા ગામ નજીકથી વિદેશી શરાબની 1131 પેટી (અંદાજિત કિંમત 1.73 કરોડ રૂૂપિયા) લઈ જતાં ક્ધટેનર લઈને જતાં રાજસ્થાનના ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો.
આ કેસની તપાસના અંતે સ્ટેટ મોનિટરિંગ સેલના કોન્સ્ટેબલ સાજણ વસારાની ધરપકડ કરવામાં આવી છે. ભરુચના આછોદ ગામની સીમમાં ચાલતા જુગારધામ પર ટ્રેક્ટર લઈને ખેડૂત વેશમાં પોલીસ ત્રાટકી, 12 જુગારીઓ ઝડપાયા. તપાસમાં સામે આવ્યું કે, જખઈના કોન્સ્ટેબલે બુટલેગર સાથે સંપર્ક સાધીને દારૂૂ ભરેલું ક્ધટેનર છોડી મૂક્યું હતુ. જે બાદ આ ક્ધટેનર વડોદરા કઈઇએ ઝડપ્યું હતુ.પોલીસ તપાસમાં 5 ઑડિયો ક્લિપ મળી આવી છે. જે પૈકી 2 ઑડિયો ક્લિપમાં કોન્સ્ટેબલ સાજણ અને બુટલેગર વચ્ચે તોડપાણીની ડીલ થતી સ્પષ્ટ સાંભળી શકાય છે. જેમાં કોન્સ્ટેબલે દારૂૂ ભરેલું ક્ધટેનર પસાર થવા દેવા માટે રૂૂ. 15 લાખનો તોડ કર્યો હોવાનું ધ્યાને આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ તો બુટલેગરો સાથે સાંઠગાંઠ રાખી તોડ કરી ગુનાખોરીને અંજામ આપતા પોલીસ જવાન વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.