છેડતીનું આળ મૂકી નિદ્રાધીન યુવકનું અપહરણ કરી માર માર્યો: રોકડ-મોબાઇલની લૂંટનો આરોપ
જુનાગઢમાં બનેલી ઘટના: ત્રણ અજાણ્યા શખ્સોએ દોરડાથી બાંધી માર મારત યુવકને સારવારમાં ખસેડાયો
જુનાગઢમાં આવેલા લીલબાઈપરામાં રહેતા નિંદ્રાધીન યુવક ઉપર છેડતીનું આળ મૂકી અજાણ્યા શખ્સોએ મધરાત્રે અપરણ કરી પોતાના ઘરે લઈ લઈ ગયા હતા. જ્યાં દોરડાથી બાંધી માર મારી રૂૂ.3500 ની રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢમાં પોલીસ હેડ ક્વાર્ટર પાછળ આવેલ લીલબાઈપરા વિસ્તારમાં રહેતો અને પ્લાસ્ટિકનો ધંધો કરતો રાજીવ હસમુખભાઈ સોલંકી નામનો 20 વર્ષનો યુવાન રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે સૂતો હતો ત્યારે શખ્સોએ ડોક વડે માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં રાજીવ સોલંકી પ્લાસ્ટિકનો ધંધો કરે છે અને સાંજના સમયે વેપાર કરીને આવ્યા બાદ ઘર બહાર રેકડીમાં સૂતો હતો ત્યારે મધરાત્રે અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા અને તે મારી છોકરીની છેડતી કરી છે તેમ કહી ટીંગાટોળી કરી રામ પાર્કમાં હુમલાખોરો તેના ઘરે લઈ ગયા હતા અને જ્યાં રાજીવ સોલંકીને દોરડા વડે બાંધી માર માર્યો હોવાનો અને રૂૂ.3500 ની રોકડ અને રૂૂ.10,000 ની કિંમતના મોબાઇલની લૂંટ ચલાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે જુનાગઢ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.