For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બગસરાના મુંજિયાસરમાં છ શખ્સોનો ગરબી બંધ કરવાનું કહી છરી સાથે આતંક

11:37 AM Sep 27, 2025 IST | Bhumika
બગસરાના મુંજિયાસરમાં છ શખ્સોનો ગરબી બંધ કરવાનું કહી છરી સાથે આતંક

બગસરાના મુંજીયાસરમાં છરી સાથે આવેલા શખ્સે ગરબી બંધ કરવાનું કહી રોફ જમાવ્યો હતો. ઉપરાંત લોકોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો તો યુવકને માર માર્યો હતો.બગસરાના મોટા મુંજીયાસરમાં કિશોરભાઈ ઉકાભાઈ રાઠોડે પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે અને અન્ય લોકો તેના ઘરથી થોડે દૂર ગરબીમાં હાજર હતા. ત્યારે અમિત લાલજીભાઈ રાઠોડ છરી લઈને અહીં ધસી આવ્યો હતો અને ગરબી બંધ કરવાનું કહ્યું હતું.

Advertisement

અમિત રાઠોડને આ અંગે સમજાવતા તે ઉશ્કેરાયો હતો અને કિશોરભાઈને માર માર્યો હતો. ઉપરાંત અપશબ્દો કહી છરીથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત અહીં હાજર અન્ય લોકોને પણ મારી નાખવાની ધમકી આપી હતી. બગસરા પોલીસ મથકમાં ગુનો નોંધાતા એએસઆઈ આર. કે.વરૂૂ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement