મ્યુનિસિપલ કર્મચારી સોસાયટી પાસે એપાર્ટમેન્ટમાં જુગાર રમતા વેપારી અને વિદ્યાર્થી સહિત છ પકડાયા
મ્યુનીસીપલ કર્મચારી સોસાયટી શેરી નં.2 પ્રભુ કૃપા એપાર્ટમેન્ટ ત્રીજો માળે જુગાર રમાતો હોવાની બાતમી મળતા પીસીબીના પીઆઇ ગોંડલીયાની રાહબરીમાં એએસઆઈ મયુરભાઈ પાલરીયા અને સ્ટાફે દરોડો પાડી વેપારી અને વિધાર્થી સહિત છ શખ્સોને 1.04 લાખની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
જુગાર રમતા ઝડપાયેલાઓમાં આદિત્ય શૈલેષભાઇ મહેતા જાતે.વાણીયા ઉ.વ.23 ધંધો.અભ્યાસ રહે.મ્યુનીસીપલ કર્મચારી સોસાયટી શેરી નં.ર પ્રભુ કૃપા એપાર્ટમેન્ટ ત્રીજો માળ રાજકોટ 2) રાજવીર ભરતભાઇ કાનગડ જાતે.આહિર ઉ.વ.20 ધંધો.અભ્યાસ રહે.કેવડાવાડી શેરી નં.12 રાજકોટ (3) રમેશભાઇ બચુભાઇ મારકણા જાતે.પટેલ ઉ.વ.પર ધંધો.ખેતી રહે.ધોરાજી રોડ હવેલી પાસે ખોડલપરા કાલાવાડ જી.જાનમગર (4) ફૈસલ છોટુભાઇ શેખ જાતે.સીપાઇ મુસ્લીમ ઉ.વ.32 ધંધો.વેપાર રહે.ઢાલ રોડ પાડાવાલા ચોક જુનાગઢ 5) પ્રકાશભાઇ હરીભાઇ સતાસીયા જાતે.પટેલ ઉ.વ.49 ધંધો.જમીન મકાન દલાલ રહે.ઇસ્કોન એમ્બીટો એપાર્ટમેન્ટ એફ વીંગ ફલેટ નં.901 મવડી કણકોટ રોડ રાજકોટ અને ધવલ ભરતભાઇ પારેખ જાતે.વાણીયા ઉ.વ.29 ધંધો.વેપાર (રહે.તક્ષશિલા સોસાયટી-2 છઠા માળે ફલેટ નં.863 ફુલછાબ ચોક પાસે રાજકોટ)ને ઝડપી તેમની પાસેથી 1.04 લાખની રોકડ જપ્ત કરી હતી.