For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરધાર વીજ કચેરીમાં ઇજનેર ઉપર હુમલો કરનારને છ માસની સજા

04:55 PM Dec 01, 2025 IST | Bhumika
સરધાર વીજ કચેરીમાં ઇજનેર ઉપર હુમલો કરનારને છ માસની સજા

થ્રી ફેસ પાવર ચેન્જ કરવા બાબતે હોડથલીના શખ્સે જુનિયર ઇજનેર સહિત બે ઉપર હુમલો કર્યો’તો

Advertisement

સરધાર ગામે પીજીવીસીએલની સબ કચેરીમાં ધસી આવી હોડથલીના શખ્સે થ્રી ફેસ પાવર ચેન્જ કરવા બાબતે ડખ્ખો કરી જુનીયર એન્જીનીયર સહીત બે કર્મચારી ઉપર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરવાના ત્રણ વર્ષ પહેલાના કેસમાં અદાલતે આરોપીને તસકીરવાન ઠરાવી છ માસની સજા અને ફરીયાદીને રૂા.10 હજારનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ, પીજીવીસીએલના સરધાર સબ ડિવિઝન હેઠળના હોડથલી ગામે માતાજીના માંડવા પ્રસંગે સરપંચની અરજી અને કાર્યપાલક ઇજનેરની સૂચનાથી થ્રી ફેસ પાવર ચેન્જ કરવામાં આવ્યો હતો, એ બાબતે કઈ તારીખ 26/ 4/ 2022ના રોજ હોડથલી ગામના ઘનશ્યામ લાભુભાઈ જલુ નામના શખસે સરધાર સબ ડિવિઝન કચેરીએ જઈ જુનિયર એન્જિનિયર ગૌરવ વિરસંગ સોલંકીને બહાર બોલાવી ગાળા ગાળી કરી બોલેરો જીપમાંથી ધાર્યું કાઢી પાછળ દોડવા ઉપરાંત વચ્ચે પડેલા અમરસિંહ રામજીભાઈ ગોહિલ નામના કર્મચારીને ઝાપટ મારી દીધી હોવાની ગાળા ગાળી અને ફરજ રૂૂકાવટની પોલીસ ફરિયાદ જુનિયર એન્જિનિયર ગૌરવ સોલંકીએ કરી હતી.

Advertisement

આ અંગેનો કેસ ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે કોર્ટમાં કુલ 11 સાહેદોને તપાસ્યા હતા, તેમજ હુમલો કર્યા અગાઉ આરોપીએ મોબાઈલ ફોન ઉપર પીજીવીસીએલ સ્ટાફ સાથે કરેલી જીભાજોડી અને ધમકી બાબતના ઓડિયો રેકોર્ડિંગની પેન ડ્રાઈવ રજૂ કરવામાં આવી હતી. તેમાં સાહેદોની હકીકતો તેમજ ઇલેક્ટ્રોનિક પુરાવા અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જે ધ્યાને લઈ મેજિસ્ટ્રેટ કે આર ગાંગાણીએ આરોપી અમરસિંહ રામજીભાઈ ગોહિલ આઇપીસી 332 ના ગુનામાં છ માસની કેદ અને રૂૂપિયા 1000 દંડ તેમજ ગાળા ગાળી કરવાના ગુનામાં પણ વધુ છ માસની કેદ અને રૂૂપિયા 1000 દંડ ઉપરાંત ફરિયાદી અને ઇજા પામનાર સાહેદને રૂૂપિયા દસ દસ હજાર વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે મદદની સરકારી વકીલ આરએન ગોસાઈ અને તેમની મદદમાં પીજીવીસીએલ વતી એડવોકેટ જે.એમ. મગદાણી રોકાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement