તને બહુ હવા છે કહી છ શખ્સોએ યુવાનને માર મારી છરીના ઘા ઝીંકયા
રાજકોટ શહેરના નરસંગપરા શેરી નં.1માં રહેતા યુવાનને કેસરી હિન્દ પુલ પાસે છ શખ્સોએ અટકાવી તને બહુ હવા છે કહી મુસ્લીમલાઇનમાં લઇ જઇ બેફામ માર માર્યો હતો. આ અંગે એ ડીવીઝન પોલીસમાં રાયોટ સહીતની કલમ હેઠળ ફરીયાદ નોંધાઇ છે.
બનાવની વધુ વિગતો અનુસાર, નરસંગપરામાં રહેતા સાહીલ મહમદભાઇ જાફર (ઉ.વ.23), નામના યુવાને આર્યન, અમુ, અબુ અને બે અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવતા એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સાહીલે ફરીયાદમાં જણાવ્યું હતું કે પોતે ઘરેથી ચાલીને તેના જ વિસ્તારમાં પાનના ગલ્લેથી ફાકી લઇને કાકા સબીરભાઇને જયુબીલી શાક માર્કેટમાં શાકભાજીની લારી છે ત્યાં ચાલીને જતો હતો. ત્યારે તેને કેસરી હિન્દ પુલ પાસે અટકાવી પાંચેક શખ્સોએ તુ ફેજલ બેલીમનો મિત્ર છે તને બહુ હવા છે કહી મુસ્લીમ લાઇનમાં લઇ જઇ બેફામ માર માર્યો હતો અને આરોપીઓમાં ત્રણ શખ્સો પાસે છરી હોય તેઓએ છરી લઇ માર માર્યો હતો અને છરી વડે પગમાં અને પાછળની બાજુ આડેધડ ઘા ઝીંકી દેતા ગંભીર હાલતમાં તેમને ત્યાં જ મુકી આરોપી ભાગી ગયા હતા જયારે ફેજલ અને તેના દાદાએ સાહીલને સારવાર માટે સિવિલ હોસ્પીટલે ખસેડયો હતો. આ અંગે પોલીસે ગુનો નોનધી શોધખોળ શરૂ કરી છે.