For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હળવદ પંથકમાં કેનાલ પરથી મોટરની ચોરી કરતી ગેંગના છ સભ્યો પકડાયા

12:20 PM Nov 22, 2025 IST | Bhumika
હળવદ પંથકમાં કેનાલ પરથી મોટરની ચોરી કરતી ગેંગના છ સભ્યો પકડાયા

હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં નર્મદા કેનાલ પર ખેડૂતોએ મુકેલ ઇલેક્ટ્રિક મોટરોની ચોરી કરતી ગેન્ગના ત્રણ સભ્યો અને ચોરીનો માલ રાખનાર સહીત કુલ છ આરોપીને ઝડપી લઈને એલસીબી ટીમે રૂૂ 4.90 લાખનો મુદામાલ રીકવર કર્યો છે અને હળવદની ચોરીના બે ગુનાના ભેદ ઉકેલવામાં આવ્યા છે. હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં નર્મદા કેનાલ પર ખેડૂતોએ મુકેલી કુલ 12 મોટરોની ચોરીની બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ હતી.

Advertisement

હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી તેમજ એલસીબી ટીમ પણ ચોરીના ગુનાની તપાસમાં જોડાઈ હતી અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવતી વખતે મોરબી માળિયા ફાટક સર્કીટ હાઉસ સામે નસીબ સ્ક્રેપ નામના ભંગારના ડેલામાં એક બોલેરો જીજે 37 ટી 2550 વાળીમાં ઇલેક્ટ્રિક મોટરોને તોડી તેમાંથી નીકળેલ ત્રાંબાના વાયરનો ભંગાર અને લોખંડ, એલ્યુમીનીયમ, પીતલ, બીડ વગેરે ગાડીમાં ભરી વેચવા જતા હોવાની પેરવી કરતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી.

એલસીબી ટીમે આરોપી કરણ મોતીભાઈ ટોળિયા, રોહિત મુનાભાઈ ઝંઝુવાડિયા, સાગર મગન પરમાર રહે ત્રણેય મોરબી 2 વાળાને ઝડપી લીધા હતા તેમજ ચોરીનો માલ રાખનાર આરોપી મંજુરહુસેન રહીમ ખુરેશી, હરીલાલ વીરૂૂજી ગુર્જર અને જાવેદ અલારખા સિપાઈ એમ ત્રણ સહીત કુલ છ આરોપીને ઝડપી લઈને મોટરો 12 નંગ તોડી કાઢવામાં આવેલ સામાન કીમત રૂૂ 1,90,000 અને બોલેરો કીમત રૂૂ 3 લાખ સહીત કુલ રૂૂ 4,90,000 નો મુદામાલ કબજે લઈને વધુ તપાસ ચલાવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement