For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધરમ સિનેમા પાછળ સરકારી ક્વાર્ટર પાસે દારૂની મહેફિલ માણતા છ પીધેલા ઝડપાયા

05:46 PM Oct 01, 2024 IST | Bhumika
ધરમ સિનેમા પાછળ સરકારી ક્વાર્ટર પાસે દારૂની મહેફિલ માણતા છ પીધેલા ઝડપાયા
Advertisement

રાજકોટના ધરમ સીનેમાની પાછળ આવેલા ગર્વમેન્ટ કવાર્ટરમાં હનુમાનાજીના મંદીરની પાછળથી ધોળે દિવસે છ શખ્સો દારૂૂની મહેફીલ માણતા રંગે હાથ પ્ર. નગર પોલીસે ઝડપી લીધા હતા.

પ્ર. નગર પોલીસ મથકના પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટની રાહબરીમાં પીએસઆઈ આઇ.એ.બેલીમ,સર્વેલન્સ સ્ટાફના તૌફીકભાઇ મંધરા,જયેન્દ્રસિંહ પરમાર,વિમલભાઈ ધીણોજા અને સ્ટાફને મળેલ બાતમીને આધારે ધરમ સીનેમાની પાછળ આવેલ ગર્વમેન્ટ કવાર્ટરમાં હનુમાનાજીના મંદીરની પાછળ છ શખ્સો દારૂૂની મહેફીલ માણતા ગોપાલ ક્રિષ્નન યાદવ(રહે પુનિતનગર શેરી નં. 4), ઢોસાનો ધંધાર્થી અનિલ પેરૂૂસ્વામી સોલયન્ટ(રહે.ધરમ સિનેમા પાછળ સરકારી કવાર્ટર નં ઈ-6),કમલેશભાઈ ગાંડુભાઈ પરમાર(રહે. સંતોષીનગર મ.પરા રેલનગર મેઈન રોડ ગોકુળીયુ રેસ્ટોરન્ટ આગળ)(યોગેન્દ્રસિંહ વિક્રમસિંહ ગોહીલ રહે.જામનગર રોડ ગર્વમેન્ટ પ્રેસ કોલોની બ્લોક નં. 5 કવાર્ટર નં.20),વિશાલભાઇ સંદીપભાઇ ચૌહાણ (રહે.ધરમસિનેમાની પાળ આવેલ કવાર્ટરમાં કવાર્ટર નં.ડી/55 રાજકોટ) અને ગોપાલસિંહ ઉર્ફે હરપાલ ઉદયસિંહ રાણા(રહે.શીવાલય ચોક શીવાલય ફ્લેટ 402 રાજકોટ)ને ઝડપી લીધા હતા.

Advertisement

દિન દહાડે દારૂૂની મહેફિલ માણી રહેલી ટોળકી પાસેથી વેફર,વટાણા અને મગદાળના પેકેટ પાંચ મોબાઈલ એક આઈ20 ગાડી સહિત રૂૂ.3.21 લાખ નો મુદામાલ જપ્ત કર્યો હતો.પીધેલાઓ દારૂૂનો જથ્થો ક્યાંથી લાવ્યા?એ અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement