જુગારના બે સ્થળોએ દરોડામાં બે મહિલા સહિત છ પત્તાપ્રેમી ઝડપાયા
જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં પોલીસે ગઈકાલે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને 3 મહિલા સહિત છ પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઈ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. જામનગરમાં હવાઈ ચોક નજીક ભાનુશાળી વાડ વિસ્તારમાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલી ત્રણ મહિલાઓની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જ્યારે દરેડ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડી ત્રણ પત્તા પ્રેમીઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.
જામનગરમાં હવાઈ ચોક નજીક ભાનુશાળી વાડ શેરી નંબર સાતમાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલી ગીતાબેન કાંતિભાઈ જોઈસર, કુસુમબેન દીનેશભાઈ ધારવીયા વગેરે ત્રણ મહિલાઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી રૂૂપિયા 10,250 ની રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબજે કરાયું છે.જુગાર અંગે નો બીજો દરોડો દરેડ 72 ખોલી વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી શુભમ પરશુરામ પટેલ, નેહરુ ચંદીયાભાઈ ગુડિયા તેમજ કિશન ઓટાજી ગુજ્જર સહિત ત્રણ શખ્સોની પોલીસે અટકાયત કરી લઈ, તેઓ પાસેથી રૂૂપિયા 2,400 ની રોકડ રકમ કબજે કરી છે.