For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના મોડપર ગામે જુગાર રમતા છ ઝડપાયા

12:20 PM Feb 17, 2025 IST | Bhumika
મોરબીના મોડપર ગામે જુગાર રમતા છ ઝડપાયા

મોબાઈલ સહિત રૂા. 56300નો મુદ્દામાલ જપ્ત

Advertisement

મોરબી તાલુકાના મોડપર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી તાલુકાના મોડપર ગામે આરોપી બળવંતભાઈ દેત્રોજના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમતા છ ઈસમો બળવંતભાઇ ઉર્ફે બબુભાઇ નાનજીભાઇ દેત્રોજા, રમેશભાઇ ઉર્ફે લલીતભાઇ નાનજીભાઇ બાડધા, ગોરધનભાઈ અમરશીભાઈ કગથરા, ધવલભાઇ નાનજીભાઇ અઘારા, કિશોરભાઇ રૂૂગનાથભાઇ અઘારા રહે. મોડપર ગામ તેમજ આરોપી ધર્મેન્દ્રસિંહ જસુભા ઝાલા હાલરહે. ગોંડલ મૂળ મોડપરવાળાને રોકડા રૂૂ.31,300/- તથા પાંચ નંગ મોબાઈલ કિ.25 હજાર સહિત 56,300/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement