ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમદાવાદના જૈન દેરાસરમાંથી 1.64 કરોડની ચાંદીની ચોરી

04:59 PM Oct 14, 2025 IST | Bhumika
Advertisement

પાલડી દેરાસર પૂજારીએ CCTV બંધ કરી સફાઇ કર્મી દંપતી સાથે મળી 117 કિલોનો મુગટ, કુંડળ સહિતના ઘરેણાનો હાથ ફેરો કર્યો

Advertisement

અમદાવાદમા પાલડીના દેરાસરમા ઘર કા ભેદી લંકા ઢાયે કહેવત સાબિત થઈ છે. દેરાસરમાં ભગવાનને ચઢાવેલા 117.336 કિલોના ચાંદીના મુગટ, કુંડળ સહિતમાં ચોરી થઈ છે આ દાગીનાની કિંમત 1.64 કરોડ રૂૂપિયા થાય છે. ચોરી કરનાર કોઈ અજાણ્યો ચોર નહીં, પરંતુ દેરાસરનો પૂજારી અને સફાઈકર્મચારીઓ છે. પાલડી પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂૂ કરી છે.

પાલડી વિસ્તારમા આવેલા ન્યુપીનલ પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશ શાહે પાલડી પોલીસ સ્ટેશનમાં મેહુલ રાઠોડ , કિરણ વાઘરી અને પુરી ઉર્પે હેત્તલ વાઘરી વિરૂૂદ્ધ 1.64 કરોડની ચોરીની ફરિયાદ કરી છે. રાજેશ શાહ પાલડી ખાતે આવેલી શ્રી લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં 14 વર્ષથી સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે.

થોડા દિવસ પહેલા રાજેશ, તેમજ અલ્પેશ પરીખ સહિતના લોકો દેરાસરની ઓફિસમાં હાજર હતા, ત્યારે તેમને ખબર પડી હતી કે, ભગવાનને ચઢાવવામાં આવેલી આંગી (ચાંદીનું ખોયુ) ગાયબ હતી. 8 ઓક્ટોમ્બરના રોજ દેરાસરમાં શિતલનાથ ભગવાન અને વાસુપુજ્ય સ્વામી ભગવાનને ચઢાવવા માટે આંગી આવી હતી. આંગીને દેરાસરના ભોયરામાં લોકર વાળા રૂૂમમાં મુક્યુ હતું, જે ગાયબ હતુ. આંગી શોધવા માટે રાજેશ અને અલ્પેશ સહિતના લોકોએ શોધખોળ કરી હતી, ત્યારે તેમને ખબર પડી કે, ભગવાનના મુગટ, કુંડળ પણ ગાયબ છે.

રાજેશ અને અલ્પેશે તરત જ દેરાસરના પૂજારી મેહુલ રાઠોડને શોધવાની કોશિષ કરી હતી, પરંતુ તે પણ ગાયબ હતા. રાજેશે તરતજ દેરાસર ટ્રસ્ટના તમામ સભ્યોને ફોન કરીને જાણ કરી દીધી હતી. તમામ ટ્રસ્ટીઓ આવ્યા હતા અને કેટલી વસ્તુઓ ચોરી થઈ છે તે મામલે તપાસ શરૂૂ કરી હતી. જેમાં જાણવા મળ્યુ હતું કે, 117.336 કિલો ચાંદી ગાયબ હતુ. ચોરી દેરાસરમા પૂજારીનું કામ કરતા મેહુલ રાઠોડે કરી છે.

આ સિવાય દેરાસરમાં સફાઈ કામ કરતા કિરણ અને તેની પત્નિ પુરી પણ ગાયબ હતા અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અંતે પોલીસ ફરીયાદ નોંધાઇ છે દેરાસરમા સીસીટીવી કેમેરા લગાવેલા છે, જેના કારણે ચોરી કરવી અશક્ય છે. મેહુલે ચોરી કરવા માટે પોણા ત્રણ વાગ્યાની આસપાસ સીસીટીવી કેમેરાની મેઈન સ્વીચ બંધ કરી દીધી હતી, જેથી કરીને કોઈ હરકતો રેકોર્ડ થાય નહીં.

Tags :
AhmedabadAhmedabad newscrimegujaratgujarat newsJain Derasar
Advertisement
Next Article
Advertisement