રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દારૂની છૂટની સાઇડ ઇફેક્ટ, ગિફ્ટ સિટીમાં ફોજદાર ઉપર હુમલો

12:52 PM Aug 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

પરમિટના આધારે દારૂૂ પીવાની છૂટ છે તેવી ગિફ્ટ સિટી ક્લબમાં સીઆઇડી ક્રાઇમના પીએસઆઇને એક નશાની આદત ધરાવતા મુંબઇના વેપારીએ માર મારતા હાથ અને પાંસળીઓ ભાગી ગઇ હોવાની ઘટના બની હતી. કોલ સેન્ટરનો આરોપી ગિફ્ટ સિટી ક્લબના એક રૂૂમમાં સંતાયો હોવાની બાતમીના આધારે સીઆઇડી ક્રાઇમની ટીમે દરોડો પાડ્યો હતો. પરંતુ ત્યાંથી મુંબઇનો વેપારી મળી આવ્યો હતો જેની પાસેથી 2 ગ્રામ ગાંજો મળી આવતાં અને મારામારી કરવાના ગુના હેઠળ તેની ધરપકડ કરાઈ હતી.

ગિફ્ટ સિટી ક્લબના છઠ્ઠા માળે આવેલા રૂૂમ નં.633માં કોલ સેન્ટર ચાલતું હોવાની અને તેને મુંબઇનો ધવલ રમેશ વાજાણી નામનો શખ્સ ચલાવતો હોવાની બાતમીના આધારે સીઆઇડી ક્રાઇમના પીએસઆઇ આર.જે. વાળા ટીમ સાથે પહોંચી દરોડો પાડ્યો હતો. પરંતુ તપાસમાં કોલસેન્ટરના કોઇ સાધનો કે પુરાવા મળ્યા નહતા. જોકે, વાજાણી નશાની આદત ધરાવતો હોવાથી તેની બેગમાંથી 2 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. સીઆઇડીના દરોડા વખતે વાજાણી અને પીએસઆઇ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં વાળાને હાથ અને પાંસળીના ભાગે ઇજાઓ થઇ હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ગાંજો અમદાવાદથી નરેન્દ્ર પ્રેમસિંહ ગુર્જર નામના શખ્સ પાસેથી ખરીદ્યો હોવાની માહિતી મળતાં તેની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ તે મળી આવ્યો ન હતો.
ગિફ્ટ સિટી ક્લબના છઠા માળે આવેલા રૂમમાં કોલસેન્ટરનો આરોપી સંતાયો છે તેવી બાતમીના આધારે દરોડા પાડવા ગયેલી સીઆઈડી ક્રાઈમની ટીમના પીએસઆઈને નશાખોર વ્યક્તિ મળી આવ્યો ત્યારબાદ સીઆઈડી ક્રાઈમે રૂૂમમાં રહેલી બેગની તપાસ કરી તો 2 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ગિફ્ટ સિટી ક્લબના છઠા માળના રૂમ નંબર- 633 દરોડા પડ્યા ત્યારે મુંબઈનો રહેવાસી ધવલ રાજેશ વાજાણી અને પીએસઆઈ આર.જે વાળા વચ્ચે છૂટા હાથની મારમારી થઈ હતી, જેમાં સીઆઈડી ક્રાઈમના પીએસઆઈને હાથમાં તથા પાંસળીઓમાં ગંભીર ઈજાઓ પહોંચતા પોલીસકર્મીને આઉટ ડોર સારવાર લેવાની ફરજ પડી હતી. આ મામલે સીઆઈડી ક્રાઈમે 2 ગ્રામ ગાંજાનો કેસ તથા પોલીસકર્મી પર હુમલાનો ગુનો નોંધીને ધવલ રાજેશ વાજાણીની ધરપકડ કરીને કામગીરી કરી હોવાનો સંતોષ મેળવ્યો છે. તદુપરાંત ગાંજો લાવી આપનાર અમદાવાદના રહેવાસી નરેન્દ્ર પ્રેમસિંહ ગુર્જર સીઆઈડી ક્રાઈમને હાથતાળી આપીને ફરાર થઈ ગયો છે.

Tags :
attackGIFT Citygujaratgujarat newsliquor
Advertisement
Next Article
Advertisement