For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિક્કામાં 1.30 કિલો ગાંજા સાથે શ્રીજી સોસાયટીના શખ્સની ધરપકડ

12:39 PM Aug 30, 2025 IST | Bhumika
સિક્કામાં 1 30 કિલો ગાંજા સાથે શ્રીજી સોસાયટીના શખ્સની ધરપકડ

જામનગર જિલ્લામા No Drugs In Jamnagar અભિયાન અંતર્ગત SOG પોલીસે મહત્વની સફળતા મેળવી છે. સિક્કા વિસ્તારમાંથી એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના મુજબ જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ પર અંકુશ મૂકવા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. એસઓજી પીઆઈ બી.એન.ચૌધરી અને પીએસઆઈ એલ.એમ.ઝેરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને બાતમી મળી હતી.

Advertisement

બાતમીના આધારે સિક્કા વિસ્તારમાં શ્રીજી સોસાયટી ખાતે રહેતા સાજીદ જુસબ સુંભણીયાના ઘરે દરોડો પાડવામાં આવ્યો. તપાસ દરમિયાન તેની પાસેથી 1.30 કિલોગ્રામ ગાંજો કિંમત રૂૂ.13,500 અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂૂ.18,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.આરોપી વિરુદ્ધ સિક્કા પોલીસ સ્ટેશનમા NDPS એક્ટની કલમ 8(સી), 20(બી)(2)(બી) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરી એસઓજી સ્ટાફના બળભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા અને મથુરરાજસિંહ જાડેજાની ટીમે પાર પાડી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement