ઉપલેટામાં નોનવેજ વેચવાની ના પાડનાર દુકાનદાર ઉપર વિધર્મી શખસોનો હુમલો
ઉપલેટામાં પાનની દુકાન ચલાવતા દલિત યુવાને દુકાન પાસે નોનવેજ વેચનાની ના પાડતા દલિત યુવાન ઉપર વિધર્મી શખ્સ અને તેના સાગ્રીતોએએ જાહેરમાં હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ ઉપલેટા ઢાંકની ગારી ગીર નાર સોસાયટીમાં રહેતા અને વરજાંગજાળીયા ગામમાં મારી પાન ફાકી ની દુકાન ચલાવતા ચિરાગ ઉર્ફે જીગો હેમતભાઈ મણવરે નોંધાવેલી ફરિયાદમાં મહેબૂબ ઉર્ફે મેબલો આમદભાઇ સંધવાણી તથા તેની સાથે અન્ય બે અજાણ્યા વ્યક્તિના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈ તારીખ 07/10/2025 ના બપોરના આશરે એકાદ વાગ્યાથી ચિરાગ વરજાંગ જાળીયા ગામમાં આવેલ તેની પાન ફાકીની દુકાને વેપાર કરતો હતો બાદ રાત્રીના આજે 10 સાડા દસ વાગ્યે મારી દુકાને મહેબૂબ ઉર્ફે મેબલો આમદભાઇ સંધવાણી તથા તેની સાથે અન્ય બે અજાણ્યા વ્યક્તિ એમ ત્રણેય આવેલા અને ચિરાગને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી તને શું હવા આવી ગઈ છે તું અમને અહીં ધંધો કરવાની કેમ ના પાડે છે તેમ કહી ગાળો આપી ખુરશી વડે તેમજ લાકડા નો ધોકો અને કલેજ વાયરથી હુમલો કર્યો હતો.
બનાવ વખતે ગામના માણસો ભેગા થઈ જતા આ ત્રણેય લોકો ત્યાંથી જતા રહેલ અને જતા જતા ચિરાગને કહેતા ગયા કે હવે ક્યાંય ભેગા થઈ તો તેને જાનથી મારી નાખીશું ઈજાગ્રસ્ત ચિરાગને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
આ બનાવ બનવાનું કારણ એ છે કે આજથી એક વર્ષ પહેલાં ચિરાગે મહેબુબ ઉર્ફે મેબલો આમદભાઇ સંધવાણીને તેની દુકાન ની બાજુમાં મુરઘી વેચવાની ના પાડેલ જે વાતનો ખાસ રાખી મહેબુબ ઉર્ફ મેમલો આમદ ભાઈ સંધવાણી અને તેના બે સાગ્રીતોએ ચિરાગને જ્ઞાતિ વિશે અપમાનિત કરી હુમલો કર્યો હતો.