લગ્ન મંડપમાં જ વરરાજાના હાથે ક્ધયાની હત્યા
વાજતે ગાજતે જાન આવ્યા બાદ પાનેતરના પૈસા માટે ઝઘડો થતા વરરાજાએ પાઇપના ઘા ઝીંકી દિવાલમાં માથું અથડાવી ઢીમ ઢાળી દીધું, ભાવનગરમાં સનસનાટીભરી ઘટના
ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આજે સવારે એક યુવતી ની પાઇપના ઘા ઝીંકી ઘાતકી હત્યા થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. મરનાર યુવતીના આજે લગ્ન થવા ના હતા. આજે ભાવી પતિ એ જ સવારે લગ્ન મંડપમા પાનેતર અને પૈસા બાબતે ઝઘડો થતાં આવેશમાં આવી જઈ લોખંડના પાઇપ ઝીંકી હત્યા કરી નાખી છૂટ્યો હતો. પોલીસે બનાવ સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.
ખૂન ના આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક રહેતી હિંમતભાઈ જીવાભાઇ રાઠોડ ની પુત્રી સોનીબેન નામની યુવતીની તેના ઘરે આજે સવારે પાઇપના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ બનાવ ની જાણ થતા જ સીટી ડીવાયએસપી સિંધાલ, ગંગાજળિયા પોલીસ નો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.
આ બનાવ અંગે સિટી ડીવાયએસપી આર.આર.સિંધાલ એ જણાવ્યું હતું કે, શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક રહેતી હિંમતભાઈ જીવાભાઇ રાઠોડ ની પુત્રી સોનીબેન નામની યુવતીની ઘરે આજે સવારે તેના પતિ સાજન બારૈયા નામના યુવાને એ લોખંડના પાઇપ ના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી આરોપી નાસી છુટ્યો હતો. જેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. આજે યુવતી ના લગ્ન હતા. ગઈકાલે પી થી સહિતની રસમ પૂરી થઈ હતી. મરનાર યુવતી અને તેના ભાવિ પતિ છેલ્લા ઘણા સમયથી સાથે જ રહેતા હતા. આજે સવારે પાનેતર અને પૈસા બાબતે ઝઘડો થતાં આવેશ માં આવી ઘરમાં પડેલા લોખંડના પાઇપ વડે આવી પત્ની ઉપર ઉપરા છાપરી ઘા ઝીંકી અતિ ઘાતકી હત્યા કરી નાસી છૂટ્યો હતો. આરોપી અગાઉ મારામારી ,ખૂનની કોશિશ અને શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલો હોય યુવતી આ યુવાન સાથે રહેતી હોય તેના પરિવારજનો ને આ ગમતું ન હોય તેઓ નારાજ હતા. આજે સવારે પાનેતર બાબતે બંને વચ્ચે ચર્ચા થતાં ઉગ્ર ઝઘડો થયો હતો અને હાથમાં મહેંદી મુકેલ સોનીબેન લોહીના રંગથી રંગાઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. લગ્નના દિવસે જ લગ્ન મંડપમા યુવતીની ભાવિ પતિના હાથે હત્યા થતાં ચકચાર મચી જવા પામી છે.
હાથમાં ‘સાજન’, ‘સદા સૌભાગ્યવતી ભવ’ની મહેદી
મૃતક સોનીબેન અને સાજન બારૈયા ઘણા સમયથી સાથે રહેતા હતા . આજે લગ્ન મંડપમા તેમની હત્યા ભાવી ભરથારે કરી નાખતા ચકચાર મચી ગઇ છે . મૃતક સોનીબેનનાં હાથ તેમનાં ભાવી ભરથાર સાજન અને બીજા હાથમા સદા સૌભાગ્યવતી ભવ લખેલી મહેંદી કરાવી હતી. આજે સોનીબેનનુ મૃત્યુ નીપજતા પરીવારમા શોક છવાઇ ગયો છે . તેમજ હત્યા કરનાર ભાવી પતિને સકંજામા તજવીજ શરુ કરી છે.