ગુજરાત ઉપર લાંછન : ઝઘડિયાની નિર્ભયાનો શ્ર્વાસ તૂટ્યો
પડોશીના પિશાચી દુષ્કર્મનો ભોગ બનેલી બાળા સાત દિવસની સારવાર બાદ જિંદગીનો જંગ હારી
ગઈકાલે એક જ દિવસમાં બે કાર્ડિયાક એરેસ્ટ આવતા વડોદરાની સયાજી હોસ્પિટલમાં તબીબો બન્યા લાચાર
ભરુચની ‘નિર્ભયા’ જીંદગીની જંગ હારી છે. છેલ્લા સાત દિવસથી માસૂમ એક યોદ્ધાની જેમ જીંદગી અને મોત વચ્ચેની લડાઈ રહી હતી. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં 10 થી વધુ તબીબની ટીમ સતત તેની સારવારમાં હતી. પરંતું, ભરૂૂચનાં ઝઘડિયાની નિર્ભયાનાં અંતે શ્વાસ છૂટ્યા છે. નરાધમે માસૂમ સાથે ખૂબ બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. હવે, ગુજરાતની એક જ માગ છે કે આ નરાધમને જલદી ફાંસીના માંચડે ચઢાવો.
ભરૂૂચનાં ઝઘડિયા GIDCવિસ્તારમાં દિલ્હીનાં નનિર્ભયાકાંડથ જેવી ઘટના બની હતી. આ ઘટનામાં પરપ્રાંતિય 36 વર્ષીય અને બે સંતાનનાં નરાધમ પિતા વિજય પાસવાને પરપ્રાંતિય પરિવારની 10 વર્ષની માસૂમ સગીરાને ફોસલાવી આવાવરૂૂં જગ્યા પર લઈ જઈ તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને પછી વિકૃતિની હદ વટાવી પીડિતાનાં ગુપ્તાંગમાં સળીયો ઘૂસાડી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હેવાને નિર્ભયાનાં અંગ-અંગને ક્ષતવિક્ષત કર્યું હતું અને ફરાર થયો હતો. આ હચમચાવતા કેસમાં પોલીસે ગણતરીનાં કલાકોમાં જ નરાધમ આરોપી વિજય પાસવાનને ઝડપી લીધો હતો.
જ્યારે ભોગ બનનાર સગીરાને સારવાર અર્થે પહેલા ભરુચ અને ત્યાર બાદ વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.વડોદરાની સયાજી હોસ્પિટલનાં બાળરોગ વિભાગમાં ઈંઈઞમાં બાળકીની સારવાર ચાલી રહી હતી. ભરૂૂચની નનિર્ભયાથ છેલ્લા 6 દિવસથી જીંદગી અને મોતની લડાઈ લડી રહી હતી. 10 જેટલા નિષ્ણાંત તબીબની ટીમ તેણીની સારવારમાં હતી.
જજૠ હોસ્પિટલનાં આરએમઓ હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે, ગઈકાલે બપોરે 2 વાગે બાળકીને કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો, જેથી તેની સ્થિતી ગંભીર બની ગઇ હતી. જો કે, સારવાર બાદ તેની સ્થિતિમાં સુધારો થયો હતો.
ત્યાર બાદ બાળકીને 5.15 વાગે ફરી કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો. સારવાર દરમિયાન 6:15 કલાકે બાળકીએ દમ તોડી દીધો હતો.
ભરૂૂચનાં ‘નિર્ભયાકાંડ’ એ સમગ્ર ગુજરાત પર લાંછન લગાવ્યું છે. આ ગોઝારી ઘટના પછી અને નેતાઓનાં નિવેદનો બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકો કહી રહ્યા છે કે, પીડિતાને મળવા અને પીડિત પરિવારને સાંત્વના આપવાને બદલે નેતાઓએ રાજનીતિમાં વ્યસ્ત હતા.
માસૂમ સાથે જઘન્ય કૃત્ય પર રોષ વ્યક્ત કરવાને બદલે નેતાઓ પ્રાંતવાદ કરી ગુજરાત-ઝારખંડ કરી રહ્યા હતા. આ ક્રૂર ઘટના બાદ પીડામાં પીસાતા પરિવારને સાંત્વના આપવા પણ કોઈ હોસ્પિટલ ગયું નહોતું. સરપંચથી લઇને સાંસદ સુધી કોઈને પીડિત પરિવારને મળવા સુધીની પણ ફુરસદ નહોતી. નેતાઓને પ્રાંતવાદ અને રાજનીતિમાંથી ફુરસદ મળી હોય તો હવે માસૂમની આત્માને ન્યાય અપાવો. હવસનાં હેવાનને આકરામાં આકરી સજા આપી દાખલો બેસાડો કે એવું ઘૃણાસ્પદ કૃત્ય ભવિષ્યમાં ફરીવાર ક્યારે ન બને. લોકોએ કહ્યું કે, ગુજરાતનો એક જ અવાજ છે કે આ હેવાનનું અંગ અંગ ચીસો પાડે તેવી તેને સજા આપો.