For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કલ્યાણપુર વિસ્તારમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરના મહિલા કર્મચારીની જાતીય સતામણી

01:45 PM Sep 16, 2025 IST | Bhumika
કલ્યાણપુર વિસ્તારમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરના મહિલા કર્મચારીની જાતીય સતામણી

કલ્યાણપુર તાલુકામાં આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ફરજ બજાવતા એક મહિલા કર્મચારીને કોઈપણ રીતે વાંકમાં લઈ અને રાણ ગામના ભાણજી હરજી કણજારીયા અને ભોપલકા ગામના દેવશી મનજી રાઠોડ નામના શખ્સો દ્વારા જેમતેમ બોલી અને ઉતારી પાડવામાં આવતા હતા. આટલું જ નહીં, આરોપી દ્વારા તેણીને ફોનમાં મેસેજ દ્વારા તથા રૂૂબરૂૂ મળે ત્યારે દ્વિઅર્થી ભાષામાં કામુક શબ્દો વાપરીને તેની સાથે અનૈતિક માંગણી કરવામાં આવતી હતી.

Advertisement

આ રીતે મહિલા કર્મચારીની જાતીય સતામણી કરતા તેણી તાબે ન થતા તેમને ઉપરી અધિકારીઓ મારફતે નોટિસ અપાવીને આરોપીઓ દ્વારા તેની સાથે જાતીય સતામણી કરી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવતા હોવા અંગેની ધોરણસર ફરિયાદ મહિલા દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

વર્ષ 2022 થી જુન- 2025 સુધીના સમયગાળા દરમિયાન બનેલા આ બનાવ અંગે પોલીસે ભારતીય સંહિતા અને એટ્રોસિટી સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisement

4ઘોડી (પશુ) ઝૂંટવી જતા ફરિયાદ
ખંભાળિયાથી આશરે 21 કિલોમીટર દૂર મોવાણ ગામના પાટીયા પાસે રવિવારે ચઢતા પહોરે સવારે ચારેક વાગ્યાના સમયે મોરબી તાલુકાના સકતસનાળા ગામે રહેતા વિરમભાઈ દેવાયતભાઈ ઝરૂૂ નામના 31 વર્ષના યુવાનને ગોઢાણા ગામનો મીત ગોઢાણીયા તેમજ તેની સાથે આવેલા આઠ અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર રીતે મંડળી રચી, બિભત્સ ગાળો કાઢી અને પોતાની સાથે લાવેલા ઘાતક હથિયારો વડે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેમના સીએનજી કેરી વાહનમાં રહેલી રૂૂપિયા 80,000 ની કિંમતની ઘોડી (પશુ) આરોપીઓ પોતાના બોલેરો કેમ્પર વાહનમાં લઈ ગયા હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર ઘટના સંદર્ભે ખંભાળિયા પોલીસે વિરમભાઈ ઝરૂૂની ફરિયાદ પરથી મીત ગોઢાણીયા તેમજ અન્ય 8 અજાણ્યા શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. યુ.કે. મકવા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement