જામકંડોરણાના બોરિયા ગામની સીમ નજીક જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા
40 હજારની રોકડ, છ મોબાઇલ, એક કાર સહિત રૂા. 2.46 લાખનો મુદ્દામાલ જપ્ત
જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બોરીયા ગામની નજીક સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે રૂૂરલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી જુગાર રમતા સાત આરોપીને 2.46 લાખની મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
વધુ વિગતો મુજબ, રાજકોટ રૂૂરલ એસી એલસીબીના પીઆઇ વી.વી.ઓડેદરા,પીએસઆઇ એચ.સી.ગોહિલ,એ.એસ.આઇ શક્તિસિંહ જાડેજા બાલકૃષ્ણભાઈ ત્રિવેદી,કૌશિકભાઈ જોશી અરવિંદસિંહ જાડેજા અને વિજયસિંહ જાડેજાએ બાતમીને આધારે બોરીયા નજીક સિમમાં જુગારની રેઇડ પાડી જુગાર રમતા (1)ભીમજીભાઇ મુળજીભાઇ લુણાગરીયા રહે. ગામ બોરીયા તા જામકંડોરણા(2) રસીકભાઇ નરશીભાઇ પરમાર રહે. ધોરાજી પાવરીયાપરા વિસ્તાર(3) અલ્તાફભાઇ હનીફભાઇ અભેસોરા રહે. ધોરાજી રાધાનગર પાણીના ટાંકા પાસે(4) સુરજભાઇ ઉર્ફ સુરીયો કીશોરભાઇ ડાભી રહે. ધોરાજી સોમનાથ મંદીર પાસે(5)અશોકભાઇ કુરજીભાઇ સોમાણી રહે. ધોરાજી ફરેણીરોડ તા ધોરાજી(6) સંજયભાઇ રવિભાઇ મકવાણા રહે. ધોરાજી ફરેણી રોડ સબસ્ટેશન પાસે અને (7) ધીરૂૂભાઇ પોપટભાઇ વરસાણી (રહે. ગામ જશાપર બસસ્ટેન્ડ પાસે) ની ધરપકડ કરી આરોપીઓ પાસેથી રોકડા રૂૂપિયા 40 હજાર,છ મોબાઈલ ફોન, બે બાઈક અને એક મારુતિ કાર સહિત રૂૂ.2.46 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.