For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હળવદ સોલાર વાયરની ચોરીમાં વધુ સાત શખ્સોની ધરપકડ

12:28 PM Nov 12, 2025 IST | admin
હળવદ સોલાર વાયરની ચોરીમાં વધુ સાત શખ્સોની ધરપકડ

કવાડિયા ગામે સોલાર પ્લાન્ટમાં ચોરી અંગે ફરિયાદ થયેલ

Advertisement

હળવદ તાલુકાના કવાડિયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં પોલીસે વધુ સાત આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના કવાડિયા ગામની સીમમાં કોપર કેબલ ચોરીના ગુનામાં હળવદ પોલીસે તપાસ ચલાવતા આરોપીઓ પ્રતાપ ઉર્ફે પી ડી દાનુભાઈ લોદરીયા રહે સુખપર તા. હળવદ વિજય વિભાભાઇ દેકાવાડીયા, સંજય જગાભાઇ દેકાવાડીયા, કરણ બહાદુરભાઈ પંચાસરા, મુકેશ પ્રેમજીભાઈ અઘારા, ચંદુ જગાભાઇ વડેચા અને વિજય ઉર્ફે હિતેશ પ્રેમજી અઘારા છ આરોપીઓ રહે દેવપર સુખપર તા. હળવદ એમ કુલ સાત ઇસમોને ઝડપી લેવામાં સફળતા મળી છે.

Advertisement

અગાઉ હળવદ પોલીસે ચોરીના ગુનામાં આરોપીઓ સુલતાન ઉર્ફે કાનો ધીરૂૂભાઈ દેકાવાડીયા, રવિ ઘનશ્યામભાઈ દેકાવાડીયા રહે બંને સુખપર તેમજ રાજબહાદુર ઇન્દ્રપાલ રાજપૂત રહે હળવદ અને રાજુ ગોપીલાલ ગુર્જર રહે નીચી માંડલ વાંકડા રોડ મૂળ રાજસ્થાન એમ ચાર ઇસમોને ઝડપી લીધા હતા

Advertisement
Tags :
Advertisement
Advertisement