For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

થાનના ભાડુલામાંથી ગેરકાયદે કાર્બોસેલના સાત, મુળી પંથકમાંથી 14 કૂવામાંથી ખનન ઝડપાયુ

12:04 PM Jul 07, 2025 IST | Bhumika
થાનના ભાડુલામાંથી ગેરકાયદે કાર્બોસેલના સાત  મુળી પંથકમાંથી 14 કૂવામાંથી ખનન ઝડપાયુ

450 મેટ્રીક ટન કાર્બોસેલ, વિસ્ફોટક પદાર્થ સહિત 85 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાર ભૂમાફિયા સામે ગુનો

Advertisement

ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે મુળી તાલુકાના આસુન્દ્રાણી, દુધઈ અને ધોળીયા ગામની સીમમાંથી 14 કૂવા અને અને થાન તાલુકાના ભડુલા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદેસર કાર્બોસેલના 7 કૂવાઓમાંથી ખનન ઝડપી પાડયું હતું. પ્રાંત અધિકારીની ટીમે બંને સ્થળ પરથી 450 મેટ્રિક ટન કાર્બોસેલ, 10 ચરખી, 5 જનરેટર, 69 નંગ વિસ્ફોટક સહિત કુલ રૂૂ.85 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ચાર ભૂમાફિયા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સ્થળ પરથી 15 પરપ્રાંતિય મજૂરોનું રેસ્ક્યૂ પણ કરાયું હતું.

ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા સહિતની ટીમ દ્વારા થાન તાલુકાના ભડુલા તળાવ વિસ્તારમાં દરોડો પાડયો હતો. જેમાં સરકારી સર્વે નંબરવાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા કુલ 7 કૂવા ઝડપી પાડયા હતા જે પૈકી 4 કૂવામાં ગેરકાયદે કાર્બોસેલનું ખનન શરૂૂ હતું જ્યારે બે કૂવામાંથી પાણી કાઢવાનું શરૂૂ હતું. આ ઉપરાંત સ્થળ પરથી 150 મેટ્રીક ટન કાર્બોસેલ, 6-ચરખી, 7-ટ્રેકટર, 5-જનરેટર, 39 નંગ સુપરપાવર 90 વિસ્ફોટક, 180 મીટર ડીટોનેટર વાયર સહિત કુલ રૂૂા.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરી થાન મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો. સ્થળ પરથી ગેરકાયદેસર ખોદકામ કરનાર 15 પરપ્રાંતિય મજૂરને રેસ્ક્યૂ પણ કરવામાં આવ્યા હતા.

Advertisement

જ્યારે ગેરકાયદેસર કાર્બોસેલના કૂવામાંથી ખનન કરનાર ભૂમાફિયા વિરલ ઉર્ફે વિરમભાઈ જોધાભાઈ માલકીયા ભરવાડ અને રાજુભાઈ ભરવાડ (બંને રહે.થાન) સામે કાર્યવાહી હાથધરી હતી તેમજ ગેરકાયદે કાર્બોસેલના ખનનમાં અન્ય કોણ કોણ વ્યક્તિઓ સામેલ છે તે અંગે વધુ તપાસ હાથધરી હતી. જ્યારે બીજા બનાવમાં મુળી તાલુકાના અલગ-અલગ ત્રણ ગામો દુધઈ અને ધોળીયા ગામની સીમમાં આવેલ ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાઓમાંથી કાર્બોસેલનું ખનન થતું હોવાની બાતમીના આધારે રેઈડ કરી હતી. જેમાં સરકારી સર્વે નંબરની જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા 14 કૂવાઓ ઝડપી પાડવામાં આવ્યા હતા અને સ્થળ પરથી 300 મેટ્રીકટન કાર્બોસેલ, 4-ચરખી, 30 નંગ વિસ્ફોટક સહિત કુલ રૂૂા.11 લાખનો મુદ્દામાલ કબજે કરી થાન મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ગેરકાયદેસર કૂવામાંથી કાર્બોસેલનું ખનન કરનાર ભૂમાફિયા કમાભાઈ ચોથાભાઈ મીર (રહે.આસુન્દ્રાણી) અને દિનેશભાઈ ઠાકોર (રહે.વગડીયા) સામે કાર્યવાહી હાથ ધરી છે. ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમ દ્વારા 24 કલાકમાં અલગ-અલગ બે તાલુકાઓમાંથી અંદાજે રૂૂા.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement