આજી જીઆઇડીસીમાં જુગાર રમતાં સાત જુગારીઓ ઝડપાયા
04:42 PM Jan 23, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
રાજકોટ શહેરના આજી જીઆઇડીસી પટેલ એન્ટરપ્રાઇઝ નામના કારખાના પાસે જાહેરમા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે થોરાળા પોલીસે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લઇ 10 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. વધુ વિગતો મુજબ થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એમ. એસ મહેશ્ર્વરી અને સ્ટાફે આજી જીઆઇડીસીમા આવેલા પટેલ એન્ટરપ્રાઇઝ નામના કારખાના પાસે જાહેરમા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા હિતેશ નટુ ચાવડા, પરેશ રમેશ ઝાલા, અનિરૂધ્ધસિંહ જીલુભા ઝાલા, દીપક મનજી નકુમ, કલ્પેશ કિરીટ રાઠોડ, કેશુ જેઠા ઘોટલા અને સાગર ભરત મકવાણાને ઝડપી લઇ રૂ. 10પ00 નો મુદામાલ જપ્ત કર્યો છે.