જામકંડોરણાના સાત ખેડૂતને ટ્રેકટર ભાડે રાખવાની લાલચ આપી 48.30 લાખની ઠગાઈ
મહિને 40 હજાર ભાડા માટે નવા ટ્રેકટર ખરીદ કર્યા બાદ ગઠિયાએ સાત ટ્રેકટર ગીરવે મુકી દીધા
જામકંડોરણા પંથકના સાત જેટલા ખેડૂતોને ટ્રેક્ટર ભાડે રખાવાની લાલચ આપી મહિના 40 હાજર ભાડું મળશે તેવી લાલચે સાત જેટલા ખેડૂતોના ટ્રેક્ટર ગીરવે મૂકી રૂૂ.48.30 લાખની છેતરપીંડી થતા ગઠીયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જામકંડોરણાના રામપર ગામના કેવલભાઇ ધુસાભાઈ રાતડીયાએ નોંધાવેલી ફરિયાદમાં જામકંડોરણા તાલુકાના પીપરડી ગામના રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તે છેલ્લા છ વર્ષથી બોલેરો પીકઅપ ગાડી ચલાવું છું. મારી બેઠક જામકંડોરણા છાત્રાલય ચોકમાં આવેલ દ્રારકાધીશ ટી સ્ટો લ નામની હોટલે છે. આ હોટલે જામકંડોરણા તાલુકાના પીપરડી ગામના રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાની પણ ત્યાં બેઠક હોય, જેથી તેને છેલ્લા એક વર્ષથી ઓળખું છું.
આ રવિરાજસિંહ જાડેજાએ મારી બોલેરો પીકઅપ ગાડી સોલારની પ્લેટો લઇ જવા માટે ભાડા પેટે ગાડી મારી પાસે માંગેલ હતી. જેથી મે તેને ભાડા કાર કરી મારી બોલેરો ગાડી ભાડે આપે લ હતી અને આ મારી બોલેરો પીકઅપ ગાડીનું ભાડુ મને આપી દીધેલ હતું. તે પછી આ રવિરાજસિંહ જાડેજાએ મને બે મહીના પહેલા વાત કરેલ કે, મારા મિત્રને વર્ક ઓડર મળેલ છે તેને ટ્રેકટરોની જરૂૂરીયાત છે અને તે ટ્રેકટરનું મહિને રૂૂપીયા 40,000 ભાડુ આપશે અને તે અંગેનો ભાડા કરાર પણ હું મારા નામનો કરી આપીશ તેમ જણાવેલ. જેથી વિરાજસિંહ જાડેજા ઉપર વિશ્વાસ અને ભરોસો હોય, મારે પણ ટ્રેકટર ભાડે આપવું હોય, જેથી મે મારા દાદી રામપરના જીવીબેન ભલાભાઇ રાતડીયાના નામે ખેતીની જમીન આવેલ હોય, અને સબ સીડી મળતી હોય, જેથી મે મારા દાદીમાના નામે ધોરાજી સહજાનંદ શો રૂૂમમાંથી ટ્રેકટર ખરીદ કરેલ અને તેનું ડાઉન પેમેન્ટ 4 લાખ રોકડા ભરેલ હતા. આ ટ્રેકટર રૂૂ.6.35 લાખમાં પડેલ હતું.
ટ્રેકટર હું ધોરાજીથી લઈ મારા ઘરે લઈ આવેલ અને તા. 05/06/2025ના રોજ આ રવિરાજસિંહ જાડેજા રામપર વાળુ લઈ ગયેલ અને ટ્રેકટરના માસીક ભાડુ રૂૂા.40,000 નકકી થયેલ હતા. આ રવિરાજસિંહ જાડેજાને ભાડે આપેલ હતું. તેમજ તેનો ભાડા કરાર નો બાકી હતો. તે બાદ આ રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને મે મારૂૂ ટ્રેકટર ભાડે આપેલ હોય, તેનો ભાડા કરાર કરવા તથા ટ્રેકટરનું ભાડુ બાકી હોય, જેથી મે આ બાબતે અવાર નવાર ફોન કરતા તેમણે મારો ફોન ઉપાડવાનું બંધ કરી દીધેલ અને આ દરમ્યાન એક મહિના પહેલા હું જામકંડોરણા દ્રારકાધીશ ટી-સ્ટોલ હોટલે બેઠો હતો.
તે વખતે મારા કૌટુંબીક ભાઇ સુશાંગભા ધીરજભાઈ રાતડીયા (રહે.રામપર તા. જામકંડોરણા હાલ રાજકોટ) તથા જામકંડોરણા રહેતા આશિષભાઇ જીવણભાઈ માટીયા તથા જયેશભાઇ સુરેશભાઈ મઢવી તથા ધોળીધાર ગામે રહેતા મયુરભાઈ દિનેશભાઇ સરસીયા એમ બધા ત્યાં હોટલે બેઠા હતા અને વાતો કરતા હતા કે, પીપરડીવાળો રવિરાજસિંહ જાડેજા ફોન ઉપાડતો નથી અને ટ્રેકટરના ભાડા પણ આપતો નથી. જેથી મે આ ઉપરોકત તમામને પુછતા તમામે જણાવેલ કે, અમોએ પણ રવિરાજસિંહ જાડેજાને ટ્રેક્ટર ભાડા પેટે તથા ટ્રેકટર વેચાણ કારથી નવા ટ્રેકટર આપેલ છે અને ભાડું આપતો નથી તેમજ અમારા ફોન પણ ઉપાડતો નથી.
જેથી બધાએ રવિરાજસિંહ જાડેજાની શોધખોળ કરતા તે રાજકોટમાં અમોને મળેલ, જેથી આ રવિરાજસિંહ જાડેજાને કહેલ કે, તારે અમારા ટ્રેકટરના ભાડા ન આપવા હોય તો ટ્રેકટર પાછા આપી દે તેમ કહેતા આ રવિરાજસિંહ જાડે જાએ કહેલ કે, મારા મિત્રના વર્ક ઓડરમાં ટ્રેકટરો ચાલે છે તે તાત્કાલીક ન નીકળે, તેને વાર લાગશે અને તમોને ભાડુ પણ મળી જશે થોડો સમય જવા દો તેમ કહેલ છતાં ભાડું નહી આવતા થોડા સમય બાદ સામતભાઈ આહીર નામના પોલીસવાળાનો સંપર્ક થયો હોય તેને મળવા જામનગર ગયા ત્યારે સામતભાઇ આહીરે કહેલ કે, રવિરાજસિંહ જાડેજાએ તમારા ટ્રેકટર કોઇ વર્ક ઓડરમાં મુકેલ નથી તે તમામ ટ્રેકટરો ગીરવે મુકી દીધેલ છે તેમ જણાવેલ. રવિરાજસિંહે કરેલી રૂૂ.48.30 લાખની છેતરપીંડી મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.