મોરબીના બીલિયામાં જુગાર રમતા સાત પત્તાપ્રેમી ઝડપાયા
મોરબીના બીલીયા ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર મોરબી તાલુકા પોલીસે દરોડા પાડી ત્યાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસની ટીમે પેટ્રોલીંગમાં હોય દરમિયાન બીલીયા ગામે ભરતભાઈ રૂૂગનાથભાઈ સાણદીયા એ પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉધરાવી જુગારધામ ચલાવતા હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાં જુગાર રમતા ભરતભાઈ રૂૂગનાથભાઈ સાણદિયા, મનસુખભાઈ હરખાભાઇ ઉર્ફે હરખજીભાઈ ભોરણીયા, પુનીતભાઈ માવજીભાઈ કૈલા, જયેશભાઈ કાનજીભાઈ પડસુંબીયા, કૌશિકભાઈ દેવજીભાઈ રામી, કપિલભાઈ પ્રહલાદભાઈ ગામી અને જયેશભાઈ વનજીભાઈ પડસુંબીયાને રોકડ રકમ રૂૂ.3,38,600 તથા મોબાઈલ નંગ 2 કીમત રૂૂ.10,000 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે .
હળવદના દીઘડીયાની બ્રહ્માણી નદીમાં ડુબી જતા આધેડનું મોત
દીઘડીયા ગામની બ્રાહ્મણી નદીના પાણીમાં ડૂબી જતા 50 વર્ષના આધેડનું મોત થયું હતું બનાવની નોંધ કરી હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.હળવદના દિઘડીયા ગામે રહેતા હંસરાજભાઈ સોમાભાઈ ગડેસા (ઉ.વ.50) નામના આધેડ ગત તા 20 ના રોજ બ્રાહ્મણી નદીમાં ન્હાવા જતા કોઈ કારણોસર નદીના પાણીમાં ડૂબી જતા મોત થયું છે હળવદ પોલીસે બનાવની નોંધ કરી આધેડ અકસ્માતે પાણીમાં ડૂબી ગયા છે કે અન્ય કાઈ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.