નંદા હોલ પાસે ભારતીનગરમાં ટોકન પર જુગાર રમતા વેપારી સહિત સાત ઝડપાયા
રાજકોટ શહેરના કોઠારીયા રોડ નંદા હોલ પાસે ભારતીનગર શેરી નં 1 મા મકાનમા જુગાર રમાતો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ મોવલીયા અને સંજયભાઇ ખાખરીયા સહીતના સ્ટાફે દરોડો પાડી વેપારી સહીત 7 શખ્સોને ઝડપી લઇ 43 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.
વધુ વિગતો મુજબ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ મોવલીયા અને સંજયભાઇ ખાખરીયા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો ત્યારે બાતમીના આધારે કોઠારીયા રોડ નંદા હોલ પાસે ભારતીનગર શેરી નં 1 મા રહેતા પરેશ દાદુભાઇ છૈયા નામના વેપારીના મકાનમા જુગાર રમાતો હતો.
જેના આધારે દરોડો પાડી પરેશ છૈયા, કિરણ કાંતી ચૌહાણ, ભાવીન બિપીન સેદાણી, રાજેશ ધીરજ ગોહેલ, સંજય ભુપત લાંબા, મહીપાલસિંહ લખધીરસિંહ ઝાલા અને પંકજ અમૃત ઢોલરીયાને ઝડપી લઇ 8ર જેટલા ટોકન અને રોકડા રૂપિયા 43 હજાર કબજે લેવામા આવ્યા હતા.
આ જુગારના બનાવમા પરેશભાઇ છૈયા, મહીપાલસિંહ ઝાલા વેપારી હોવાનુ જાણવા મળ્યુ છે. આ જુગાર કલબ કેટલા સમયથી ચાલુ હતી ? એ અંગે હવે પુછપરછ કરવામા આવશે.
જયારે બીજા દરોડામા દેવપરા મેઇન રોડ ખ્વાઝા ચોક પાસે જાહેરમા વરલી ફીચરના આકડા લખતા અસ્લમ હસન ફકીરને ઝડપી લઇ તેની પાસેથી રોકડ જપ્ત કરવામા આવી હતી. આ કામગીરી ભકિતનગર પોલીસના મયુરધ્વજસિંહ જાડેજા અને પ્રભાતભાઇ મૈયડે કરી હતી.