ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સુરતના શિક્ષકને ડિઝિટલ એરેસ્ટ બનાવી 20 લાખ પડાવનાર સાત જામનગરથી પકડાયા

01:09 PM Apr 21, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

સુરતના શિક્ષકને વોટસએપ પર વીડિયો કોલ કરીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવવામાં આવ્યા હતા. જેમાં આરોપીઓ એ ફરિયાદીને ક્રાઈમ બ્રાંચના ડીસીપી તરીકે ની ઓળખ આપી હતી. અને શિક્ષકને આ આરોપીઓએ જણાવ્યું કે, તમારું વિદેશ થી પાર્સલ આવ્યું છે, જેમાં 5 પાસપોર્ટ, 3 એ ટી એમ કાર્ડ તથા ડ્રગ્સ મળ્યું આવ્યું છે. તેમ ડિજિટલ એરેસ્ટના નામે ડરાવી શિક્ષક પાસેથી રૂૂપિયા 20 લાખ ખંખેરી લીધા હતા. જેથી શિક્ષકે પછી થી સાયબર ક્રાઈમ સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસની ગંભીરતા જોતા સાયબર સેલે સાત આરોપીઓ ને જામનગર માંથી ઝડપી લીધા હતા. આ રકમ પૈકી 10.34 લાખની રકમ આ ટોળકીના સાગરિતોના ખાતામાં આવી ગઈ હતી. પોલીસના હાથે ઝડપાયેલામાં ટ્રાન્સપોર્ટર, મોબાઈલ ના વેપારી, કોલેજનો વિદ્યાર્થી,ચાની લારીવાળા સહિતના આરોપીઓ નો સમાવેશ થાય છે.
જેમાં નુરમામદ સાજીદભાઇ રાજકોટિયા (ઉ.વ.23, ધંધો-વેપાર, રહે.ખ્વાજા મંજીલ, બર્ધન ચોક, મુલ્લા મેડી, જોશી શેરી ની સામે, દરબારગઢ, જામનગર.), સુલતાન ઇમ્તિયાઝભાઈ અલુલા (ઉ.વ.26, ધંધો-એ.સી.રીપેરીંગ, રહે. મક્કા મંજીલની સામે, વસીલા મીલ વાળી શેરી, હુસેની ગેટ, કાલવાડ નાકા બહાર હાપા રોડ, જામનગર), એઝાઝ હનીફભાઇ દરવેશ (ઉ.વ.30, ધંધો-છુટક મજુરી, રહે.સનસીટીવન શેરી નં.01, મોરકંડા રોડ, કાલાવાડ નાકા બહાર, જામનગર), મનજીતસિંહ અવતારસિંહ (ઉ.વ.30 ધંધો-વેપાર ,મોબાઇલની દુકાન), રહે.લીમડા લાઇન સોસાયટી, શેરી નં.3, ભરત ભુવન ઘરની સામે, લીમડા લાઇન,.જામનગર), રાજદીપસિંહ નટવરસિંહ ચુડાસમા (ઉ.વ.35 ધંધો-વેપાર રહે.બંગ્લો નં-95/5, સ્ટ્રીટ નં-3, ગોકુલધામ સોસાયટી, ગાંધીનગર મેઇન રોડ, જામનગર ), સત્યપાલસિંહ પરાક્રમસિંહ જાડેજા (ઉ.વ.ર1 રહે.બ્લોક નં-13, જાગૃતિ પાનવાડી શેરી, ખોડીયાર કોલોની, જામનગર મુળ રહે.ગામ-પીપર તા.કાલાવાડ જી.જામનગર) અને યશપાલસિંહ ભરતસિંહ ચૌહાણ (ઉ.વ.24 ધંધો-મજુરી હાલ રહે.કામદાર કોલોની, નેમીનાથ સોસાયટી, શેરી નંબર-3, જામનગર , મુળ રહે.ગામ-કજુડા તા.ખંભાળીયા)નો સમાવેશ થાય છે.

Tags :
crimedigitally arrestgujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement