ખૂની હુમલો કરવાના કેસમાં આરોપીઓને નિર્દોષ મુક્ત કરતી સેશન્સ અદાલત
શહેરના સામા કાંઠા વિસ્તારના ન્યુ સર્વોદય સોસાયટી મેઇન રોડ પર આવેલ સત્યમ પાર્કની પાછળ નજીવી બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ શહેરના સામા કાંઠા વિસ્તારમાં રહેતા મુકેશભાઈ મકવાણા અને તેનો મિત્ર શૈલેષભાઈ ધર નજીક બેઠા હતા ત્યારે સુનિલ ઉર્ફે ચક્કી અરજણ સિંધવ અને દીપક ઉર્ફ દિપો કરસન સિંધવે દારૂૂ પીતા હતા ત્યારે બંને વચ્ચે થયેલી બોલા ચાલી નો ખાર રાખી છરી વડે હુમલો કર્યા અંગેની થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે સુનીલ ઉફે ચકી અરજણ સિંધવ અને દીપક ઉર્ફ દિપો કરસન સિંધવ ની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા બંનેને જેલ હવાલે કર્યા હતા.
તપાસના અંતે પોલીસ દ્વારા ચાર્જશીટ રજુ કરતાં હત્યાની કોશીશનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલેલ જેમાં ફરીયાદી તથા નજરે જોનાર સહિત કુલ 16 સાહેદોની જુબાનીઓ સહિત કુલ 39 દસ્તાવેજી પુરાવાના આધારે સદરહું કેસ ચાલી જતાં આરોપીઓના વકીલ હુસૈન હેરંજા દ્વારા કરવામાં આવેલ ઊલટતપાસ તેમજ મૌખિક દલીલોના આધારે સેશન્સ કોર્ટ દ્વારા રેકર્ડ પરની મહત્વની હકીકતો નિ:શંકપણે સાબિત થયેલ ન હોય અને આરોપીઓને સાકળી શકે તેવા આવશ્યક લાવવામાં ફરીયાદપક્ષ નિષ્ફળ ગયેલ હોય તેવું ઠરાવીને હત્યાના પ્રયાસ ગુન્હામાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરવામાં આવ્યો છે.
આરોપીઓ સુનીલ ઉર્ફે ચકી અરજણભાઈ સિંધવ તથા દિપક ઉર્ફે દિપો કરશનભાઇ સિંધવ વતી એડવોકેટ અજીતભાઈ પરમાર, હુસૈનભાઈ હેરંજા, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિભાઈ લાલ, જીતભાઈ શાહ,ફેઝાનભાઈ સમા, દિપકભાઇ ભાટિયા, અંકિતભાઈ ભટ્ટ, રહિમભાઈ હેરંજા તથા પ્રેમરાજસિંહ પરમાર રોકાયેલ હતા.
