For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાંધીધામના મીઠી રોહરમાં 17.26 લાખનો એશિયન પેઇન્ટ સિકયોરિટી ગાર્ડે ચોરી કર્યો’તો

11:26 AM Dec 03, 2024 IST | Bhumika
ગાંધીધામના મીઠી રોહરમાં 17 26 લાખનો એશિયન પેઇન્ટ સિકયોરિટી ગાર્ડે ચોરી કર્યો’તો
Advertisement

ગાંધીધામના મીઠીરોહર વિસ્તારમાં આવેલા વેરહાઉસમાંથી એશિયન પેઈન્ટ્સના કુલ 183 ડોલો કે જેની કિંમત 17.26 લાખ થવા જાય છે, તેની ચોરી થઈ હતી. તપાસમાં વેરહાઉસનો સિક્યોરીટી ગાર્ડજ સામેલ હોવાનું સામે આવતા કુલ સામેલ ચાર સામે ફરિયાદ નોંધાઈ છે. ગાંધીધામ બી ડિવીઝન પોલીસ મથકે વિપુલભાઈ શંકરભાઈ પટેલએ આરોપીઓ પંકજ વિક્રમભાઈ રાઠોડ, ભરતનાથ જયેશનાથ નાથબાવા, દિલીપ વાલજી ગોહીલ અને રણછોડ મીઠુભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે મીઠીરોહરમાં આવેલા મહાલક્ષ્મી વેરહાઉસમાં તેવો રીષભ લોજીસ્ટીક ભાગીદારી પેઢીમાં એશિયન પેઈન્ટ્સ કલરનું કોન્ટ્રાક્ટ બેઝડ કામ ચાલે છે, જેમાં તેવો મેનેજર તરીકે કાર્યરત છે. ગત 26/11ના તેમના વેરહાઉસમાં જ્યારે તેમની દેખરેખમાં વેરહાઉસમાં પડેલા કલરન ડ્રમોનો સ્ટોકની ગણતરી કરી તો તેમાં સ્ટોક ઓછો હોવાનું જણાયું હતું.

20 લીટરની વિવિધ કલર ધરાવતી કુલ 183 ડોલો કે જેની કિંમત 17,26,026 થાય છે તે ચોરી થયાનું જણાયું હતું. સીસીટીવી કેમેરા ચેક કરતા રવિવારે રજા હોવાથી તે બંધ હોવાનું જાણવા મળ્યું હતું. દરમ્યાન સિક્યોરીટી મારફતે ચેક કરાવતા સિક્યોરીટી ગાર્ડ રણછોડભાઈ પરમાર બંધ કરતો સીસીટીવી કેમેરામાં દેખાયો હતો. જેથી પુછપરછ કરતા તેણે કહ્યું કે અગાઉ અહી સિક્યોરીટીની નોકરી કરતા ગાર્ડ ભરતનાથના કહેવાથી તે બંધ કર્યું હતું. અને વેરહાઉસમાં ટીન્ટર ઓપરેટર પંકજ રાહોડ (રહે. રાજવીનગર) એ સારો માલ બતાવીને વેરહાઉસનો દરવાજો ખુલ્લો રાખી, બોલેરો ડાલાવાડી ગાડીમાં લઈ ગયા હતા. તથા આરોપી સીક્યોરીટી ગાર્ડ સીસીટીવી બંધ રાખી કોઇ આવી ન જાય તેની વોચમાં હતો તેવું સ્વિકાર્યુ હતું. જેથી કંપનીના માલીક રાજેશભાઈ પટેલને આ અંગે જાણ કરતા ે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement