For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમનાથ મંદિરે દર્શન બાબતે સુરક્ષાકર્મીને માર

12:08 PM Dec 21, 2024 IST | Bhumika
સોમનાથ મંદિરે દર્શન બાબતે સુરક્ષાકર્મીને માર

સોમનાથ સુરક્ષા ખાતે સભાખંડમાં ફરજ બજાવતા હિતેશ વશ્રમભાઈ સોલંકી ને આરતીનો સમય થયેલ હોય જેથી દર્શાનાર્થે આવતા લોકોને ચાલતા રહી આરતીના દર્શન કરવા જણાવતા હતા તે વખતે દર્શાનાર્થી સિધ્ધેશ સુભાષ કાકડે રહે.પુના આરતી સમયે સભાખંડના અલગ અલગ ભાગમાં ઉભા રહી દર્શનાર્થીઓની ભીડ કરતા હોવાથી તેમને ચાલતા ચાલતા દર્શન કરવા જણાવતા તે ઉશ્કેરાઇ જઇ પહેરેલ વર્ધીનો કોલર પકડી લઇ બહાર નિકળ તને તો હુ જોઇ લઇશ તેવી હિન્દી ભાષામાં ધમકી આપી કોલર ખેંચી વર્ધીના સર્ટનુ એક બટન તોડી નાખી એકદમથી નાકના ભાગે જોરથી તેના હાથથી મુક્કો મારી તથા એક મુક્કો મારી ડાબી આંખની ઉપર લોહી કાઢી ઇજા કરેલ હોય તથા ચહેરાના ભાગે ચાર પાંચ ઝાપટો મારી મૂઢ ઇજા કરી બીભત્સ શબ્દો બોલી ફરજમાં રૂૂકાવટ કરેલ હોવાની પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે ધોરણસર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement