મોચી બજારમાં વૃધ્ધાની સોનાની બે બુટી લઈ ફરાર થયેલી ટોળકીની શોધખોળ
મોચી બજાર ચોકમાં હિરાબેન પરબતભાઈ માલકીયા (ઉ.વ.62, રહે. લાતી પ્લોટ શેરી નં. 10)ને ભેટી ગયેલી ગઠીયા ગેંગ રૂૂા. 1.10 લાખની કિંમતની સોનાની બે બુટી લઈ પલાયન થઈ ગયાની એ-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પીએસઆઇ એસ. આર. ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.જેમાં હિરાબેને જણાવ્યું છે કે ગઈ તા. 17ના રોજ બપોરે દાણાપીઠમાં ખરીદી કરવા ગયા હતા. જયાં કેરી લેતાં હતા ત્યારે અજાણી મહિલાએ પણ 500 ગ્રામ કેરી લીધી હતી. તે મહિલાએ છૂટા પૈસા નહીં હોવાનું કહી તેની પાસે કેરીના પૈસા અપાવ્યા હતા.
આ જ રીતે બટેટાની લારીએ પણ પૈસા અપાવ્યા હતા. ત્યાર પછી તે મહિલા મોચી બજાર ચોકમાં ચબુતરા પાસે બંધ દુકાન પાસે તેને ઉભા રાખી રૂૂા.500ના છૂટા લેવા ગઈ હતી. તે દરમિયાન બે અજાણ્યા પુરૂૂષો આવ્યા હતા. જેમાંથી એકે તેને રૂૂમાલમાં નોટના બંડલ જેવું કંઈક આપ્યું હતું. બીજા રૂૂમાલમાં સોનાની બુટી રાખવાનું કહેતા તેમ કર્યું હતું. ત્યાર પછી બંને પુરૂૂષો અને અજાણી મહિલા તેને ખાંડ લેવા માટે લઈ ગયા હતા. બાદમાં નજીકની એક દુકાન પાસે બેસાડી ત્યાંથી જતાં રહ્યા હતા.બાદમાં તેના પુત્ર મેહુલે બુટી કયાં છે તેમ પૂછતાં તેણે અજાણ્યા પુરૂૂષે જે નોટ જેવું બંડલ આપ્યું હતું તે કબાટમાંથી કાઢીને જોતાં તેની ઉપર માત્ર 500ની એક જ નોટ હતી. જેથી પરિસ્થિતી પામી જતાં એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.