જૂનાગઢના ખામધ્રોળમાં 696 બોટલ દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઇ
ત્રણ આરોપી પકડાયા, બે ફરાર: 12.76 લાખનો મુદ્દામાલ જપ્ત
નશાનો કાળો કારોબાર જૂનાગઢમાં ફેલાઈ તે પહેલા જજુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે જૂનાગઢના ત્રણ બુટલેગરોને લાખોના દારૂૂ સાથે ઝડપી પાડ્યા છે.જૂનાગઢે વિદેશી ,દેશી દારૂૂની બદીને નેસ્તનાબૂદ કરવા કડક સૂચના આપી હતી.જેને લઇ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ એમ. પટેલ અને તેમની ટીમે ખામધ્રોળ ગ્રામ પંચાયત ઓફિસ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની હેરાફેરી કરતા ત્રણ ઇસમોને કુલ ₹ 12,76,640/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ દરોડામાં પીએસઆઈ. ડી.કે. સરવૈયા,પો.હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, ભુપતસિંહ સિસોદીયા અને પો. કોન્સ. ચેતનસિંહ સોલંકી, જેઠાભાઈ કોડીયાતરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ક્રાઈમ બ્રાન્ચને ખાનગી બાતમી મળી હતી કે જૂનાગઢ તાલુકાના ખામધ્રોળ ગામમાં ગ્રામ પંચાયતની ઓફિસ પાસે રહેતો યશ મેરામણભાઈ કટારા ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત વિદેશી દારૂૂનો જથ્થો મંગાવી તેના રહેણાંક મકાન પાસે હેરાફેરી કરી રહ્યો છે.બાતમીના ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક ખામધ્રોળ, ગ્રામ પંચાયત ઓફિસ પાસે આવેલ શેરીમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ત્રણ ઇસમો સ્કોર્પિયો ગાડીમાંથી દારૂૂની પેટીઓ ઉતારીને હેરાફેરી કરતા ઝડપાયા હતા.
પકડાયેલા ત્રણેય ઇસમોની પૂછપરછમાં આરોપી યશ મેરામણભાઈ કટારાએ કબૂલ્યું હતું કે તેણે આ દારૂૂનો જથ્થો જૂનાગઢ ગાંધીગ્રામ, સિધી સોસાયટીના ભીમા ડાયાભાઈ શામળા પાસેથી મંગાવ્યો હતો, અને ડ્રાઈવર મંગલમ અજયભાઈ તાવડે દારૂૂ ભરેલી સ્કોર્પિયો ગાડી આપવા આવ્યો હતો, જ્યારે જયદિપ હિરાભાઇ ખાંભલા પોતાની એક્ટિવા લઈને દારૂૂનો જથ્થો લેવા આવેલો.સ્કોર્પિયોના ડ્રાઇવર મંગલમે પણ સ્વીકાર્યું હતું કે આ દારૂૂ ભરેલી સ્કોર્પિયો તે જગા ડાયાભાઈ શામળા જે ગાંધીગ્રામમાં રહે છે તેના કહેવા મુજબ આપવા આવેલો. પોલીસે આ ત્રણેય આરોપીઓ યશ કટારા (ઉ.વ. 20), મંગલમ તાવડે (ઉ.વ. 25) અને જયદિપ ખાંભલા (ઉ.વ. 27) ની ધરપકડ કરી છે, જ્યારે ભીમા ડાયાભાઈ શામળા અને જગા ડાયાભાઈ શામળાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની બોટલો તથા ટીન મળી ફૂલ 696 નંગ, જેની કિંમત ₹ 5,06,640/-. આ ઉપરાંત દારૂૂની હેરાફેરીમા વપરાયેલી સ્કોર્પિયો ગાડી જેની કિંમત ₹ 7,00,000/- છે, નંબર વગરનું એક્ટિવા જેની કિંમત ₹ 40,000/- છે, અને 3 નંગ મોબાઇલ ફોન જેની કિંમત ₹ 30,000/- છે, મળી કુલ ₹ 12,76,640/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ સમગ્ર મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ કૃણાલ એમ. પટેલ, પીએસઆઈ પી.કે. ગઢવી,એ.એસ.આઈ. વિજયભાઈ બડવા, સામતભાઈ બારીયા, પો. હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, ભુપતસિંહ સિસોદીયા, પો. કોન્સ. ચેતનસિંહ સોલંકી અને જેઠાભાઈ કોડીયાતરે લાખોનો ઝડપી પાડ્યો હતો.