સ્કોર્પીયોએ સાઈડ ન આપતા એક્ટિવાચાલકે સતત હોર્ન માર્યા, ચાલકે પીછો કરી પજવણી કરી
એસ્ટ્રોન ચોક પાસેની ઘટનામાં પોલીસે ત્વરીત તપાસ કરી, યુવતીએ ફરિયાદ ન નોંધાવી
શહેરમાં ગઈકાલે પણ તેઓ જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક સ્કોર્પિયો કાર એક્ટિવા સવાર યુવતીનો પીછો કરી રહી હોય તેવું સામે આવ્યું હતું.જે મામલે એ ડિવિઝન પોલીસે બનાવની હકીકત સામે લાવી હતી.જેમાં એકટીવા ચાલકે ગાળો બોલતા ઉશ્કેરાયેલા કાર ચાલકે પીછો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.હાલ તે મામલે બંને પક્ષને પોલીસ મથકે બોલાવી તપાસ યથાવત રાખવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ,ગઈકાલે સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થયો હતો જેમાં એસ્ટ્રોન ચોકથી અમીન માર્ગ તરફ જતા રોડ પર એક એકટીવા સવાર યુવતી પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી રહી હતી જે વિડિયોમાં એક કાળા કલરની સ્કોર્પિયો કાર તેમનો પીછો કરી રહી હોય તેવું દ્રશ્યમાન થયું હતું.કારચાલકે પૂરપાટ પોતાની કાર ચલાવી અમીન માર્ગની એક સોસાયટીમાં એકટીવાને આંતરી પણ હતી.જોકે એકટીવા ચાલકે પોતાની બાઈક પરત ફેરવી લઈ ત્યાંથી જતા રહ્યા હોય તેવું પણ વીડિયોમાં દેખાયું હતું.જે મામલે એ ડિવિઝન પોલીસે તુરંત જ તપાસ કરતા કાર રાજકોટની ભાગોળે આવેલ ખીરસરા ગામના એક મહિલાના નામની હોવાનું સ્પષ્ટ થયું હતું જે બાબતે પોલીસે તપાસ કરતા તે કાર મહિલાનો પુત્ર ચલાવતો હતો જેથી કારચાલક સહિત બે લોકોને પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કાર ચાલક એસ્ટ્રોન ચોક નજીકથી પસાર થતા હતા ત્યારે તેની આગળ એક વૃદ્ધ બાઈક લઇ જતા હતા જેથી તેને ગાડી ધીમી રખાવી દીધી હતી અને તે સમયે પાછળથી એકટીવા ચાલક આવી ગયો હતો અને તેને હોર્ન મારવાનું શરૂૂ કરતાં કારચાલક ઉશ્કેરાયા હતાં અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.જે બાદ કારચાલકે એક્ટિવાનો પીછો કરવાનું શરૂૂ કરતાં એકટીવા ચાલક ત્યાંથી ભાગવાનું શરૂૂ કર્યું હતું અને તેની પાછળ બેસેલ યુવતીએ વિડીયો ઉતારવાનું શરૂૂ કરતા કાર ચાલક વધુ ભડકયા હતાં.જે મામલે યુવતી દ્વારા હાલ કોઈ ફરીયાદ આપવામાં ન આવતાં એ ડિવિઝન પોલીસની ટીમે કાર ચાલક સામે કાર બેદરકારીથી ચલાવવા બાબતે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.