બાબરામાં સ્કૂલ સંચાલકે છાત્રને અડપલા કરતા ચકચાર, ધરપકડ
અમરેલીના બાબરામાં શિક્ષણ જગતને કંલક લગાડતો કિસ્સો બહાર આવ્યો છે જ્યાં રિદ્ધિ સિદ્ધિ સ્કૂલના સંચાલક સામે પોલીસ ફરિયાદ થઇ છે. રિદ્ધિ સિદ્ધિ સ્કૂલના સંચાલક એક વિદ્યાર્થી સાથે અડપલાં કર્યા હતા. પોલીસે તેની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો છે રાજ્યમાં અવાર નવાર શિક્ષણ જગતને બદનામ કરવાના કિસ્સાઓ ઉજાગર થતાં રહે છે ત્યારે આજે અમરેલીના બાબરામાંકોટડા પીઠા ગામમાં આવેલી રિદ્ધિ સિદ્ધિ સ્કૂલના સંચાલક શૈલેશ ખૂંટે વિદ્યાર્થી સાથે અડપલાં કર્યા હોવાનો શરમજનક કિસ્સો બહાર આવ્યો છે.
આ મામલે પોલીસમાં વિધાર્થી સાથે અડપલા કર્યાંની ફરિયાદ નોંધાવાઇ હતી જેથી પોલીસે તત્કાળ સ્કૂલ સંચાલક શૈલેષ ખુંટ સામે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી હતી અને આરોપી શૈલેશ ખૂંટની ધરપકડ કરી હતી. આરોપીએ ધોરણ 7 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ચાર થી પાંચ વાર અડપલા કર્યા નો આરોપ લગાવાયો હતો પોલીસે જણાવ્યું હતું કે ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શૈલેશ ખૂંટે અડપલાં કર્યા હતા જે બાબતે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરી તેને જેલમાં મોકલી આપ્યો હતો.