લખતર નજીક સબસીડીવાળુ યુરિયા ખાતર વેચવાનું કૌભાંડ
SOGએ દરોડો પાડી 19.80 લાખના મુદ્દામાલ સાથે 10 શખ્સોની ધરપકડ, 4 સૂત્રધારોના નામ ખુલ્યા
સુરેન્દ્રનગરમાં લખતરના દેવળીયા ગામ નજીકથી એસઓજી પોલીસે ગેરકાયદેસર રીતે સંગ્રહ અને હેરાફેરી થતા યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સરકારી સબસિડીવાળા યુરિયા ખાતરનું વેચાણ અન્ય થેલીઓમાં બદલીને બારોબાર કરવામાં આવતું હતું. એસઓજી પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને કુલ 597 થેલી યુરિયા ખાતર જપ્ત કર્યું હતું. આ રેકેટમાં મુખ્યત્વે ક્રિપાલ ભવાનસિંહ રાણા અને અજય બળવંતસિંહ રાણા સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
ક્રિપાલસિંહ રાણા પોતાના ગોડાઉનમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી યુરિયાની થેલીઓ ઉપરાંત ખાલી થેલીઓ, સિલાઈ મશીન, એક ટ્રક, મોબાઈલ ફોન સહિત કુલ રૂૂ. 19 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દરોડા દરમિયાન ગોડાઉનમાંથી આઠ મજૂરો, ટ્રક ડ્રાઇવર અને ક્લીનર પણ મળી આવ્યા હતા. વધુમાં તપાસ દરમિયાન ગોડાઉનમાં ગેરકાયદેસર વીજ જોડાણ પણ મળી આવ્યું હતું. આ દરોડામાં સંજય છગનભાઇ કોડારીયા, વિજય છગનભાઇ કોડારીયા, સવાભાઇ ધુડાભાઇ સોળમીયા, ઠાકરશીભાઇ રાયમલભાઇ સાકોળીયા, લાલજી બચુભાઇ હાડા, મુકેશ કાનજીભાઇ નાયક, ગણપત ભોપાભાઇ કાળીયા, પિયુષભાઇ વિનુભાઇ ઠોળીયા તેમજ ટ્રક ડ્રાઇવર શીવરામ મકાજી ઠાકોર, વિક્રમસિંહ બચુસિંહ લોડની ધરપકડ કરી હતી. જયારે ક્રિપાલસિંહ ભવાનસિંહ રાણા, અજયસિંહ બળવંતસિંહ રાણા, દિવ્યરાજસિંહ ધર્મેન્દ્રસિંહ રાણા અને પરાગનું નામ ખુલ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંની સૂચનાથી એસોજીના પી. આઈ બી. એચ. શીંગરખીયા, પી એસ આઇ એન. એ. રાયમા, પી એસ આઈ આર. જે. ગોહિલ, એ એસ આઈ અનિરુધ્ધસિંહ મહિપતસિંહ ઝાલા, અશ્વિનભાઇ ઠારણભાઇ, અનિરુધ્ધસિંહ અભેસંગ ખેર, અમરકુમાર કનુભા, અરવિંદસિંહ દિલુભા, મીતભાઇ દિલીપભાઇ, ફુલદીપસિંહ સામતસિંહ, બલભદ્રસિંહ નરેન્દ્રસિંહ, અનિરૂૂધ્ધસિંહ ભરતસિંહ, સાહીલભાઇ મહમદભાઇ, નિતીનભાઈ હરેશભાઈ ડ્રા. જગમાલભાઇ અંબારામભાઇ, અશ્વીનભાઈ કરશનભાઈ, રૂૂપાબેન રસિકકુમારે કામગીરી કરી હતી.